હે મા માતાજી! જેઠાલાલને સોયકૉલોજિસ્ટ પાસે જવું પડશે? આ કેવો ટ્વિસ્ટ

04 August, 2020 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હે મા માતાજી! જેઠાલાલને સોયકૉલોજિસ્ટ પાસે જવું પડશે? આ કેવો ટ્વિસ્ટ

જેઠાલાલ

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકવાર ફરીથી લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. શૉના નવા એપિસોડ્સ શરૂ થતા જ સીરિયલ નંબર વન પર આવી ગઈ છે. સીરિયલના નવા એપિસોડ્સની શરૂઆત જેઠાલાલના ખતરનાક સપનાથી થઈ હતી. પરંતુ હવે આવેલા સપનાને લઈને જેઠાલાલ ઘણા હેરાન થઈ ગયા છે. આ જ કારણથી જેઠાલાલ ડૉક્ટર હાથીની સલાહ લે છે.

જેઠાલાલ પોતાની સમસ્યાને દૂર કરવા માટે ડૉક્ટર હાથીને ફોન લગાવે છે અને એમને બધી વાત જણાવે છે કે કેવા વિચિત્ર સપના આવે છે. બાપુજી અને ટપૂ પણ આ સપનાથી હેરાન છે કારણ કે જેઠાલાલ સપનામાં ચીસો પાડવા લાગે છે. જેઠાલાલની વાત સાંભળીને ડૉ હાથી કહે છે- આ મારો વિષય નથી. સપના એ હોય છે જે મન સાથે જોડાયેલા હોય છે. આ માટે તમારે મનોચિકિત્સકને મળવું પડશે.

આ પણ વાંચો : 'તારક મહેતા...'ના આ બે પાત્ર સતત ચર્ચામાં, પણ આજ સુધી શૉમાં નથી દેખાયા

આ સાંભળીને જેઠાલાલ ગભરાઈ જાય છે અને કહે છે કે મારું મગજનું સંતુલન બરાબર છે. જો બધાને ખબર પડી કે હું મનોચિકિત્સકને મળવા ગયો છું, તો સમાજમાં મારું સન્માન શું રહેશે. લોકો મારા વિશે શું વિચારશે. આવું વિચારીને જેઠાલાલે મનોચિકિત્સક પાસે જવાની ના પાડે છે.

આ પણ વાંચો : હસવા થઈ જાઓ તૈયાર, તારક મહેતા શૉમાં પાછી ફરી શકે છે આ એક્ટ્રેસ, જુઓ કોણ છે

આ પછી ડૉક્ટર હાથી જેઠાલાલને સમજાવે છે કે મનોચિકિત્સક પાસે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આજની તણાવપૂર્ણ દુનિયામાં મેન્ટલ હેલ્થને હળવાશથી લેવું જોઈએ નહીં. તણાવ, ડિપ્રેશન એ ખૂબ સામાન્ય રોગ છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓ-નેતાઓ-અભિનેતાઓ અને કેટલીકવાર તો અમારે ડૉકટરોએ પણ તેમની સલાહ લે છે. ડરવાની કોઈ વાત નથી. આ નોર્મલ છે. કોઈ સામાન્ય ડૉક્ટરને દેખાડવા જેટલું કૉમન છે.

આ પછી, ડૉક્ટર હાથી તેમને કહે છે કે હું તમને મનોચિકિત્સકનો નંબર આપું છું, મને બબીતાજીએ નંબર આપ્યો હતો. આ પછી જેઠાલાલ માની જાય છે અને કહે છે કે તેઓ બબીતાજી પાસેથી નંબર લઈ લેશે. જેઠાલાલ પછી બબીતા પાસેથી નંબર લેવા જાય છે. આવતા એપિસોડમાં, આપણે જોવું રહ્યું કે જેઠાલાલ તેના સપનાની આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવે છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi television news tv show entertainment news