દિશા વાકાણીના કમબૅક પર બોલ્યા TMKOCના પ્રૉડ્યુસર,"હવે મારે દયાબેન બની જવું જોઇએ"

03 May, 2021 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દયબેનના કમબૅકને લઈને તાજેતરામં જ જ્યારે તારક મેહતાના પ્રૉડ્યૂસર આસિત મોદીને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે આ વખતે સ્પષ્ટપણે પોતાની વાત મૂકી. આસિતે કહ્યું કે તે ઘણાં સમયથી દિશાની રાહ જોઇ રહ્યા છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

દયબેનના કમબૅકને લઈને તાજેતરામં જ જ્યારે તારક મેહતાના પ્રૉડ્યૂસર આસિત મોદીને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે આ વખતે સ્પષ્ટપણે પોતાની વાત મૂકી. આસિતે કહ્યું કે તે ઘણાં સમયથી દિશાની રાહ જોઇ રહ્યા છે.

નાના પડદાના લોકપ્રિય શૉ તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ દિશા વાકાણી પાછી આવશે કે નહીં? આ પ્રશ્ન છેલ્લા ઘણાં સમયથી દર્શકોને પરેશાન કરી રહ્યો છે. જો કે, આ વિશે પોતે મેકર્સ આ કહી ચૂક્યા છે કે નિર્ણય સંપૂર્ણ રીતે દિશાનો હશે પણ અત્યાર સુધી પોતે દિશા વાકાણી તરફથી આ વિશે કોઇ ખાસ નિવેદન સામે આવ્યું નથી.

હવે મારે જ દયાબેન બની જવું જોઇએ
દયાબેનના કમબૅકને લઈને તાજેતરમાં જ જ્યારે તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના પ્રૉડ્યૂસર આસિત મોદીને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે આ વિશે સ્પષ્ટરીતે પોતાની વાત મૂકી. ETimes સાથેની વાતચીતમાં આસિત મોદીએ કહ્યું કે, "મને લાગે છે કે હવે મારે જ દયાબેન બની જવું જોઇએ. તેમના કમબૅકના પ્રશ્ન છેલ્લા ઘણાં વર્ષથી ફરી રહ્યા છે." આસિત મોદીએ કહ્યું કે તે ઘણાં સમયથી દિશાની રાહ જજોઇ રહ્યા છે.

દયાબેનનું કમબૅક એટલું જરૂરી નથી
આસિત મોદીએ જણાવ્યું કે, "અણે હજી પણ તેના કમબૅકની રાહ જોઇ રહ્યા છીએ અને જો તે શૉ છોડવાની ઇચ્છા વ્યક્ત કરે છે તો શૉ નવી દયાબેન સાથે આગળ વધશે. પણ મને લાગે છે કે હાલ દયાનું કમબૅક કે પોપટલાલના લગ્ન એટલા બધા જરૂરી નથી. પેન્ડેમિકમાં બહાર હજી પણ અનેક મહત્વપૂર્ણ મુદ્દા છે અને મને લાગે છે કે અન્ય વસ્તુઓ હાલ રાહ જોઇ શકે છે."

બાયો બબલ ફૉરમેટમાં થશે શૂટિંગ?
તેમણે કહ્યું કે, "અમે સેફ્ટી પ્રૉટૉકૉલ વિશે વિચારવું પડશે અને શૂટિંગ ચાલુ રાખવી પડશે જેથી લોકોની આજીવિકા પર પ્રભાવ ન પડે. આ સિવાય બાયો બબલ ફૉરમેટ પણ ખૂબ જ ઇફેક્ટિવ છે, જો અમને તેની પરવાનગી મળી જાય છે તો અમે તે ફૉરમેટમાં પણ કામ કરવા માગીશ." જણાવવાનું કે દિશા વાકાણીના કમબૅક ન કરવા પર નવી દયાબેનને લાવવાની વાતો પણ ઘણાં સમયથી થઈ રહી છે.

television news entertainment news taarak mehta ka ooltah chashmah