લાંબા બ્રેક બાદ શરૂ થયો 'તારક મહેતા..' શૉ, પહેલા જ દિવસે થઈ ગઈ આ ભૂલ

23 July, 2020 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાંબા બ્રેક બાદ શરૂ થયો 'તારક મહેતા..' શૉ, પહેલા જ દિવસે થઈ ગઈ આ ભૂલ

આત્મારામ તુકારામ ભીડે

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ પહેલા જ એપિસોડમાં એક નાની ભૂલ થઈ ગઈ છે, શું તમે એ ભૂલને નોટિસ કરી?

હકીકતમાં, આ એપિસોડની શરૂઆતમાં આત્મારામ તુકારામ ભીડેની સુવિચારથી થાય છે. આત્મારામ સોસાયટી ગ્રાઉન્ડમાં રોજની જેમ સુવિચાર લખવા જાય છે. તે બ્લેકબોર્ડમાં લખે છે, 'પુલિસ, વકિલ, ડૉક્ટર સે જિતના દૂર રહો ઉતના અચ્છા હૈ.' અહીંયા આત્મારામ વકીલ શબ્લ ખોટો લખી દે છે. તે વકીલ આમ લખવાને બદલે વકિલ લખી દે છે. જણાવી દઈએ કે ભીડે શૉમાં મરાઠી પરિવારનો હિસ્સો છે. તેઓ એક ટ્યૂશન ટીચર છે. પરંતુ મરાઠી ભાષામાં વકીલનું ઉચ્ચારણ એવું રહેવાના કારણે ભૂલ થઈ તો વિચારવાની વાત એ છે કે તો પુલિસને પોલિસ કેમ લખવામાં નહીં આવ્યું. પોતે તારક મહેતા પણ આ ભૂલને પકડી નહીં શક્યા.

શૉમાં હંસરાજ હાથી આત્મરામનો સુવિચાર વાંચીને ગુસ્સે થઈ જાય છે. તે સોસાયટી છોડવાની પણ વાત કરે છે. પછી તારક મહેતા આવે છે અને ભીડેના સુવિચારનો અર્થ સમજાવે છે. ખરેખર, હંસરાજ હાથી શૉમાં એક ડોક્ટર છે. તેઓ સુવિચારને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તારક મહેતા તેમને સમજાવે છે કે આ વિચારનો અર્થ એ છે કે વ્યક્તિએ શિસ્તબદ્ધ જીવન જીવવું જોઈએ જેથી તે આ ત્રણેયથી દૂર રહે.

આ પણ જુઓ : 'જેઠાલાલ' દિલીપ જોશી શાંતિપ્રિય અને ઇશ્વરમાં આસ્થા રાખનારા છે, જુઓ તસવીરો

ખબર છે કે આ શૉ 4 મહિના પછી ફરી શરૂ થયો છે. કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે સીરીયલ શૂટિંગ બંધ થઈ ગઈ હતી. આ કારણોસર ટીવી પર જૂના શૉ બતાવવામાં આવી રહ્યા હતા. હવે બધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીવી શૉની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ પણ તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને શરૂ થઈ ગઈ છે.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news