આ શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર ફિલ્મ બનશે, આ છે પ્લાનિંગ

08 September, 2020 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર ફિલ્મ બનશે, આ છે પ્લાનિંગ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી સતત ચર્ચામાં રહે છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના દર્શકોની દિલમાં એલ અલગ છાપ છોડી નાના બાળકથી લઈને વૃદ્ધા લોકોને આ શૉ જોવો ઘણો ગમે છે. આ શૉની ટીઆરપી પણ સતત આસમાને રહી છે. હાલ નેહા મહેતા ઉર્ફે અંજલી તારક મહેતા અને રોશનસિંહ સોઢીનો રોલ ભજવતો ગુરૂચરણ સિંહે આ શૉને અલવિદા કહ્યું છે. સાથે અંજલીના રોલમાં સુનૈના ફોજદાર અને સોઢીના રોલમાં બલવિન્દર સિંહ સૂરીએ શૉમાં એન્ટ્રી મારી દીધી છે.

આ પણ વાંચો : તારક મહેતા શૉની રોશન ભાભી કરી ચૂકી છે બૉલીવુડના આ સુપરસ્ટાર સાથે કામ

બધા સ્ટાર્સના રિપ્લેસ આવી ગયા છે, પણ સૌથી મોટો સવાલ એ પણ છે કે શું દયાબનેનના રૂપમાં દિશા વાકાણીની એન્ટ્રી થશે? આ બધાની વચ્ચે શૉને લઈને રોચક બાબતો સામે આવી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિતકુમાર મોદી શૉ પર આધારિત ફિલ્મ બનાવવા માંગતા હતા. એમણે આ પ્લાન દયાબેનને શૅર કર્યો હતો. તે પણ ખૂબ જ ઉત્સાહિત હતી. આ વિશે એકવાર અસિતકુમાર મોદીએ કહ્યું હતું કે, ટીવી સીરિયલમાં અમે દરેક પ્રકારના ટેસ્ટ સામેલ કરીએ છીએ અને પરિસ્થિતિઓને ક્રિએટીવ બનાવીએ છીએ, પણ જ્યારે ફિલ્મ મીડિયાની વાત આવે છે, તો પ્રેક્ષકોને બાંધી રાખવા અને મનોરંજન કરવા માટે અમારી પાસે એક વાર્તા હોવી જરૂરી છે.

આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

તેમણે આગળ કહ્યું. 'ટીવી એ ટીવી છે અને ફિલ્મ ફિલ્મ છે. અમને પહેલા મોટી સ્ક્રીન માટે યોગ્ય સામગ્રી જોઈએ. એક વાર જ્યારે અમે એના પર કામ કરીશું, તો ચોક્કસપણે Taarak Mehta Ka Ooltah Chashmahની ટીમ સાથે તે મીડિયામાં જઈ શકે છે. અસિતકુમાર મોદીએ આ વાત 2010માં કહીં હતી, જ્યારે તેઓ કલાકારો સાથે એક ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા હતા.

આ પણ વાંચો : TMKOC: વધી ગયું જેઠાલાલનું ટેન્શન, જ્યારે ગુલાબો બનીને આવી હતી એની બીજી પત્ની

દિશા વાકાણી ઉર્ફે દયાબેન જેઠાલાલ ગડા પણ આ યોજનાને લઈને ઉત્સાહિત હતા. તેમણે કહ્યું હતું કે, મોટી સ્ક્રીન પર કોણ જવાનું પસંદ નહીં કરશે? ચોક્કસપણે, આ આનંદદાયક રહેશે. જોકે હવે તેને 10 વર્ષ થઈ ગયા છે અને અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. અમને આશા છે કે નિર્માતાઓની આ ઈચ્છા જલદી જ એક વાસ્તવિકતા બની જાય.

આ પહેલા ઑક્ટોબરમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની અનજાના અનજાની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ જમનાદાસ મજીઠિયાની ખિચડી સીરિયલ પર આધારિત હતી. ત્યારે દિશા વાકાણીએ પણ કહ્યું હતું કે ખિચડી સીરિયલ્સને એક ફિલ્મ બનાવવા માટેનો રસ્તો મળી ગયો હતો, તો હવે પછી તારક મહેતા હોઈ શકે છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi indian television television news tv show entertainment news