તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો બારમાં વર્ષમાં પ્રવેશ

28 July, 2019 09:46 AM IST  |  મુંબઈ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો બારમાં વર્ષમાં પ્રવેશ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો બારમાં વર્ષમાં પ્રવેશ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ આજે સફળતાપૂર્વક બારમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સોની સબ પર આવતી આ પારિવારિક કૉમેડી સિરીયલ ૨૦૦૮ની ૨૮ જુલાઈએ શરૂ થઈ હતી. ૧૧ વર્ષ પૂરા કરનાર આ સિરીયલમાં દેખાડવામાં આવેલી ગોકુળધામ સોસાયટીમાં સૌ કોઈ હળી મળીને રહે છે. એવુ કહી શકાય કે વિવિધતામાં એકતા આ સોસાયટીમાં જોવા મળી રહી છે. શોનાં દરેક પાત્રો આજે ઘરઘરમાં ગુંજતા થઈ ગયા છે. દરેક પાત્ર લોકોનાં દિલોમાં વસી ગયા છે. શોમાં કૉમેડીની સાથે જ સામાજિક સંદેશ પણ આપવામાં આવે છે. લોકોને હસાવવાનો ડૅઇલી ડૉઝ આપવા માટે અસીત કુમાર મોદીની આ સિરીયલ સોમવારથી શુક્રવારે રાતે સાડા આંઠ વાગે આવે છે. આજનાં દિવસને તેમણે હસો અને હસાઓ દિવસ તરીકે મનાવવાનું નક્કિ કર્યું છે.

આ પણ જુઓઃ હેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

taarak mehta ka ooltah chashmah television news