'તારક મહેતા'ના નટુ કાકા નવરાત્રી સુધી સિરિયલમાં જોવા નહીં મળે

11 September, 2020 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'તારક મહેતા'ના નટુ કાકા નવરાત્રી સુધી સિરિયલમાં જોવા નહીં મળે

ઘનશ્યામ નાયક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ના વરિષ્ઠ અભિનેતા 75 વર્ષીય ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) ઉર્ફે નટુ કાકા (Nattu Kaka)ની તબિયત ખરાબ હોવાથી ગત સોમવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી તેમનું ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના ચાર દિવસ બાદ આજે તેઓ જમ્યા છે અને તેમની તબિયત પણ સારી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેઓ થોડોક સમય આરામ કરીને નવરાત્રી પછી શૂટિંગ પર પાછા ફરશે

ઘનશ્યામ નાયકના ગળામાં ગાંઢ થતા તેમને સર્જરી માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં નટુ કાકાએ કહ્યું હતું કે, 'હવે મને ઘણું સારું છે. હું મલાડની સૂચક હોસ્પિટલમાં દાખલ થયો છું. આજે મેં પહેલી જ વાર ભોજન લીધું હતું. મારું ઓપરેશન સોમવારે રોજ સાત સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું. પહેલા ત્રણ દિવસ બહુ જ તકલીફ પડી હતી પરંતુ હવે મને સારું છે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ગળામાં આઠ ગાંઠો હતી અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. મને સાચે જ ખબર નથી કે આટલી બધી ગાંઠો કેવી રીતે થઈ ગઈ? ગાંઠોનું હવે પરીક્ષણ કરવામાં આવશે. મને ભગવાન પર વિશ્વાસ છે, જે પણ કરશે તે સારું જ કરશે. ઓપરેશન અંદાજે ચાર કલાકની આસપાસ ચાલ્યું હતું.'

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના કલાકારોએ કહ્યું હતું કે, સિરિયલના  કલાકારોએ ફોન કરીને મારા હાલચાલ પૂછ્યાં હતાં. તેઓ સેટ પર મારી આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, મને એક મહિના સુધી આરામ કરવાનું કહ્યું છે. તેથી હું નવરાત્રિ સુધી શૂટિંગ શરૂ કરી શકીશ નહીં.

હૉસ્પિટલમાં ઘનશ્યામ નાયકનો દીકરો તથા દીકરી તેમની સંભાળ રાખી રહ્યાં છે. ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે, તેમનો દીકરો રાત્રે આવે છે અને આખો દિવસ દીકરી તેમની સાથે રહે છે. ડૉક્ટર્સની ટીમ સતત તેમની દેખરેખ રાખે છે.

આ પણ જુઓ: જુઓ આવી રીતે બદલાઈ ગઈ 'તારક મહેતા'ના 'નટુ કાકા'ની લાઈફ

નોંધનીય છે કે, વરિષ્ઠ અભિનેતા ઘનશ્યામ નાયક છેલ્લા એક દશકથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉથી જોડાયેલા છે.

entertainment news indian television television news taarak mehta ka ooltah chashmah navratri