‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલા પ્રશાંત બજાજને ઍક્સિડન્ટમાં ખભા પર થઈ ઈજા

14 September, 2021 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની કારને રિક્ષાની ટક્કર લાગતાં કારને ખૂબ નુકસાન થયું છે

પ્રશાંત બજાજ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નાનકડી ભૂમિકા ભજવનાર અને ‘આયુષ્માન ભવ’માં જોવા મળેલા પ્રશાંત બજાજને મુંબઈમાં ઍક્સિડન્ટ થતાં ખભામાં ઈજા થઈ છે. તેની કારને રિક્ષાની ટક્કર લાગતાં કારને ખૂબ નુકસાન થયું છે. રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે.

એ ઘટના વિશે વિસ્તારમાં જણાવતાં પ્રશાંત બજાજે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં હું સદ્નસીબે બચી ગયો છું એ બદલ ભગવાનનો આભારી છું. શરૂઆતમાં તો એ ખૂબ ભયંકર લાગી રહ્યું હતું. મને લાગ્યું કે મારા કોઈ અંગમાં ગંભીર લાગ્યું છે. હું એકદમ મૌન થઈ ગયો હતો. જોકે લોકો હાજર હોવાથી હું સહીસલામત ઘરે પહોંચી ગયો હતો. અમે એફઆઇઆર દાખલ કર્યો છે. પોલીસે તેમની ફરજ બજાવી હતી. જે રિક્ષા ડ્રાઇવરે ટક્કર મારી હતી તે પણ સલામત છે. એના માટે ભગવાનનો આભારી છું. મારા ફૅન્સે આપેલા પ્રેમ અને સપોર્ટ માટે તેમનો ખૂબ આભાર. સ્ટે સેફ.’

television news taarak mehta ka ooltah chashmah entertainment news