શોનું નામ ‘સુપર શેટ્ટી’ કરી નાખીએ!

21 April, 2021 12:09 PM IST  |  Mumbai | Nirali Dave

‘સુપર ડાન્સર’ની જજ શિલ્પા શેટ્ટીએ એવું કેમ કહ્યું?

શિલ્પા શેટ્ટી

સોનીના ડાન્સ રિયલિટી શો ‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’ને એના ૧૩ બેસ્ટ સ્પર્ધકો મળી ગયા છે અને આ વીક-એન્ડમાં થનારા ગ્રૅન્ડ પ્રીમિયરમાં સ્પર્ધક અને કોરિયોગ્રાફર પહેલી વખત સાથે પર્ફોર્મ કરતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે,‘સુપર સે ઉપર’ તકિયાકલામ વાપરતી ગ્લૅમરસ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ શોની જજ છે. એક ડાન્સ ઍક્ટમાં મુંબઈના સ્પર્ધક અનીશ તત્તીકોટા અને તેના કોરિયોગ્રાફરે ‘રેસ 2’ના ગીત ‘અલ્લાહ દુહાઈ હૈ’ પર પર્ફોર્મ કરીને જજીઝને ખુશ કરી દીધા હતા. જ્યારે શિલ્પા શેટ્ટીને ખબર પડી કે કોરિયોગ્રાફરનું નામ આકાશ શેટ્ટી છે ત્યારે શિલ્પાએ કહ્યું કે ‘આ શોનું નામ ‘સુપર ડાન્સર’ને બદલે ‘સુપર શેટ્ટી’ હોવું જોઈએ!’તો સ્પર્ધક અનીશે જ્યારે વિડિયો-કૉલના માધ્યમથી પોતાના ભાઈ સાથે વાત કરી ત્યારે શિલ્પાએ બહેન શમિતા શેટ્ટી સાથેની બાળપણની યાદો વાગોળતાં જણાવ્યું કે ‘હું અને શમિતા બાળપણમાં બહુ ઝઘડતાં હતાં. એવી કોઈ વસ્તુ નહોતી કે મેં તેના પર ફેંકી ન હોય! મારી મમ્મી અને પપ્પા બન્ને કામ પર જતાં એટલે એક વખત તેઓ મને ત્રણ મહિના સુધી નાનીના ઘરે મૂકી આવ્યાં હતાં અને એ દરમ્યાન મેં શમિતાને બહુ મિસ કરી હતી.’

entertainment news indian television television news tv show sony entertainment television super dancer shilpa shetty nirali dave