સુપર ડાન્સરના સ્ટેજથી જતાં જતાં મિથુને એવું શું કહ્યું કે જજ રડી પડ્યા?

20 May, 2019 05:36 PM IST  | 

સુપર ડાન્સરના સ્ટેજથી જતાં જતાં મિથુને એવું શું કહ્યું કે જજ રડી પડ્યા?

સુપર ડાન્સર ચેપ્ટર 3

શો પુરો થયા બાદ મિથુન દા થયા ઇમોશનલ

ડાન્સ શૉ સુપરડાન્સર ચેપ્ટર 3માં રવિવારની સાંજ ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના નામે રહ્યો હતો. શૉ પર સુપર ગેસ્ટ તરીકે મિથુન ચક્રવર્તી આવ્યા હતા. શૉમાં બાળકોએ સુપર પર્ફોર્મન્સ સાથે રંગ જમાવ્યો. શૉને અંતમાં મિથુન ચક્રવર્તીના ગીતો પર ડાન્સની સાથે સાથે કન્ટેસ્ટન્ટ અને તેના મેન્ટર્સે સ્પેશિયલ ટ્રિબ્યુટ આપ્યું હતું. પણ જ્યારે શૉ પૂર થયો ત્યારે મિથુન ઇમોશનલ થઇ ગયા અને કંઇક એવું કહ્યું કે ત્યાં હાજર દરેક દર્શક, જજ અને કન્ટેસ્ટન્ટ બધાની આંખમાં પાણી આવી ગયા.

મિથુનની આ વાતથી શો જોનારાની આંખોમાં પાણી ભરાઇ ગયા

હકીકતે , શૉમાં મિથુનના સુપર હિટ ગીતો પર બાળકોએ પર્ફોર્મ કર્યું. આ જોઇને મિથુનને તે સમય યાદ આવી ગયો જ્યારે સ્ટ્રગલ કરતાં તે કોલકાતાથી મુંબઇ આવ્યો હતો. તેણે સ્ટ્રગલ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વિશે વાત કરી. મિથુન દાએ જણાવ્યું કે, "હું ડાન્સ નથી શીખ્યો, આ ફુટપાથ, રસ્તાઓ મને શીખવાડનારા છે. શરૂઆતમાં મેં 75 રૂપિયા ભાડું આપીને જમીન પર સૂવાની જગ્યા શોધી હતી. એવી રીતે સમય પસાર કર્યો અને પછી ઇન્ડસ્ટ્રીમાં આવવાની તક મળી. આ પર્ફોર્મન્સ, પ્રેમ જોઇને ખૂબ જ ઇમોશનલ છું."

મિથુને સ્ટેજ પર ગીત ગાઇને લોકોને રડાવ્યા

મિથુન આ બધું બોલ્યા બાદ જવા લાગ્યા, પણ ત્યારે સ્ટેજ પર આવ્યા અને તેણે એક ગીત ગાયું, મિથુને પોતાની ફિલ્મ પ્રેમ પ્રતિજ્ઞાનું ગીત ગાતાં કહ્યું કે, "પ્યાર કભી કમ નહીં કરના, કોઈ સિતમ કર લેના. મર જાયેંગે આશિક વરના ઇતના કરમ કર લેના." આ ગાતાં ગાતાં મિથુને માથું નમાવીને મંચને અલવિદા કહ્યું. પણ જતાં જતાં તેમણે બધાને રડાવી દીધા.

આ પણ વાંચો : શું કપિલ શર્માના ઘરે થશે નવા મહેમાનનું આગમન

શૉના જજ ગીતા કપૂર, શિલ્પા શેટ્ટી, અનુરાગ બસુની આંખો પણ ભીની હતી. અને શૉમાં હાજર ઑડિયન્સ પણ આંસુ લૂછતી દેખાઇ.

mithun chakraborty geeta kapoor shilpa shetty