Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું કપિલ શર્માના ઘરે થશે નવા મહેમાનનું આગમન

શું કપિલ શર્માના ઘરે થશે નવા મહેમાનનું આગમન

20 May, 2019 01:04 PM IST | મુંબઈ

શું કપિલ શર્માના ઘરે થશે નવા મહેમાનનું આગમન

કપિલ શર્મા

કપિલ શર્મા


હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા કપિલ શર્મા જલ્દી લોકપ્રિય કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શૉ' સિવાય હવે એક બીજી વસ્તુમાં વ્યસ્ત થવાના છે. કપિલ શર્માના ખાનગી જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે. માહિતી અનુસાર એમની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે અને કપિલ શર્મા જલ્દી પિતા બનવાના છે અને એમની પત્નીનું સ્વાસ્થય પણ ઘણું સારૂં છે.

જો કે, અત્યાર સુધી કપિલ શર્મા અને તેના પરિવાર તરફથી આવી કોઈ મોટી ખુશી અંગે કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી. આ ઉપરાંત, સમાચાર એ છે કે કપિલ શર્માના ઘરે આવનારા નવા મહેમાનના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ છે. કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018ના રોજ તેની બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા.



આ પણ વાંચો : કોમેડી કિંગ કપિલ શર્માએ કર્યો વધુ આ રેકોર્ડ પોતાના નામે


આ લગ્નમાં બૉલીવુડના બહુ જ ઓછા કલાકાર પહોંચ્યા હતા. કારણકે તે જ સમયે અંબાણીના ઘરે પણ લગ્ન હતા. એ સિવાય કપિલ શર્માના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો છે. કપિલ શર્માની વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સમાં લોકપ્રિય કૉમેડિયન રૂપે પસંદગી કરવામાં આવી છે. જેના ચાલતા કહીં શકાય કે કપિલ શર્માની આ સમયે ઘણી સફળતા મેળવી રહ્યા છે. આ અવસર પર ગિન્ની ચતરથનું સ્વાસ્થય પણ સારૂં છે, જેના ચાલતા પણ બધા લોકો ઘણા ખુશ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 01:04 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK