સંતાનો સમસ્યાઓ શૅર કરે એવું સુમીત રાઘવન ઇચ્છે છે

07 December, 2021 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્નેમાં બૅલૅન્સ રાખવું ખૂબ જરૂરી છે. અથર્વ તેની ઉંમર કરતાં આગળ વધતાં તેનું અપહરણ થાય છે. એને કારણે તેની મેન્ટલ હેલ્થ પર માઠી અસર થાય છે. આ કપરી સ્થિતિમાં તેને પરિવાર તરફથી કાળજી અને સપોર્ટની જરૂર પડે છે.

સંતાનો સમસ્યાઓ શૅર કરે એવું સુમીત રાઘવન ઇચ્છે છે

સુમીત રાઘવનનું કહેવું છે કે મારાં બાળકો મારી સાથે તમામ સમસ્યા શૅર કરે એવો આગ્રહ હું રાખું છું. સુમીત અને પરીવા પ્રણતી ‘વાગલે કી દુનિયા : નઈ પીઢી નયે કિસ્સે’માં જોવા મળશે. આ શોમાં મેન્ટલ હેલ્થ અને ઇમોશનલી થનારા ઉતાર-ચડાવ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. આવનારા એપિસોડમાં અથર્વ એક અણધારી ઘટનાનો શિકાર બને છે અને એની તેના પર કેવી અસર થાય છે એ જોવા મળશે. એ વિશે સુમીતે કહ્યું કે ‘વાગલે ફૅમિલીને ત્યારે નિરાંત થાય છે જ્યારે અથર્વ ઘરે પાછો ફરે છે. જોકે લડાઈ હજી ખતમ નથી થતી. એ ઘટનાના ઘા ઇમોશનલી અને મેન્ટલી અસર કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે એમાં નાનાં બાળકો સમાયેલાં હોય. આવું જ કંઈક અમારે પરિવાર તરીકે સામનો કરવાનું છે. એક પેરન્ટ તરીકે હું હંમેશાં મારાં બાળકોને પ્રોત્સાહન આપું છું કે તેઓ પોતાની તકલીફ શૅર કરે. હું તેમની સાથે ટ્રાન્સપરન્ટ અને સારો લિસનર બનવાનો પ્રયાસ કરું છું. આવો જ સંબંધ હું શોનાં બાળકો સાથે પણ રાખું છું. અમે તેમને માટે હાજર હોઈએ છીએ. સારો-નરસો સમય અમે સાથે પસાર કરીએ છીએ. અથર્વને એ પીડામાંથી કઈ રીતે પરિવાર બહાર કાઢે છે એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે.’
આ શોમાં સુમીતની વાઇફનો રોલ કરનાર પરીવા પ્રણતીએ કહ્યું કે ‘હું મારી ભૂમિકા ભજવીને મેન્ટલ હેલ્થને લઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું. આપણે હંમેશાં ફિઝિકલ હેલ્થને જ મહત્ત્વ આપીએ છીએ, પરંતુ આપણી લાગણીને વ્યક્ત કરવામાં શરમ લાગે છે. આ બન્નેમાં બૅલૅન્સ રાખવું ખૂબ જરૂરી છે. અથર્વ તેની ઉંમર કરતાં આગળ વધતાં તેનું અપહરણ થાય છે. એને કારણે તેની મેન્ટલ હેલ્થ પર માઠી અસર થાય છે. આ કપરી સ્થિતિમાં તેને પરિવાર તરફથી કાળજી અને સપોર્ટની જરૂર પડે છે. મારો દીકરો હજી ખૂબ નાનો છે. જોકે તે મોટો થશે ત્યારં હું એ વાતની ખાતરી રાખીશ કે તે કોઈ પણ મુદ્દા વિશે મારી સાથે કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ચર્ચા કરે. સખી અને અથર્વ સાથે શોમાં મારું બૉન્ડિંગ અદ્ભુત છે. હું તેમને મારા તરફથી સતત સહકાર આપતી રહીશ. સાથે જ તેમને એમ પણ સમજાવીશ કે મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી.’

television news entertainment news indian television sumeet raghavan