વિકલાંગતાને કારણે સુધા ચંદ્રનને એરપોર્ટ પર સુરક્ષા દરમિયાન પરેશાની, પીએમ મોદીને કરી આવી અપીલ  

22 October, 2021 02:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સુધા ચંદ્રનને એક પગમાં સમસ્યા છે, જેના કારણે તે કૃત્રિમ અંગનો ઉપયોગ કરે છે.

સુધા ચંદ્રન

લોકપ્રિય ટીવી અભિનેત્રી અને પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના સુધા ચંદ્રને ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે તેમના જેવા વિકલાંગ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કાર્ડ જારી કરવાની અપીલ કરી છે અને એરપોર્ટ પ્રશાસન દ્વારા ગ્રિલ્સ જારી કરવામાં આવે તેવી પણ વિનંતી કરી છે.  

મહત્વનું છે કે સુધા ચંદ્રનને એક પગમાં સમસ્યા છે, જેના કારણે તે કૃત્રિમ અંગનો ઉપયોગ કરે છે. સુધાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે એરપોર્ટ સિક્યુરિટીમાંથી પસાર થતી વખતે દરેક વખતે તેના પ્રોસ્થેસીસને દૂર કરવાની પરેશાની શેર કરી છે. તેણે કહ્યું હતું કે સુરક્ષા માટે એરપોર્ટ પર દર વખતે તેને ગ્રીલ કરવામાં આવે છે, જે તેને ઘણું દુઃખ પહોંચાડે છે.

સોશિયલ  મીડિયા પર શેર કરેલા વીડિયોમાં સુધા ચંદ્રને પીએમ મોદીને અપીલ કરી અને કહ્યું,` હું સુધા ચંદ્રન છું, વ્યવસાયે અભિનેત્રી અને નૃત્યાંગના. મેં મારા કૃત્રિમ અંગ સાથે નૃત્ય કર્યું છે અને મારા દેશને ગૌરવ અપાવ્યું છે, પરંતુ જ્યારે પણ હું મારી વ્યાવસાયિક મુલાકાત પર જાઉં છું ત્યારે મને એરપોર્ટ પર રોકવામાં આવે છે. જ્યારે હું સુરક્ષામાં તૈનાત સીઆઈએસએફ અધિકારીઓને મારા કૃત્રિમ અંગ માટે ઈટીડી (એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર) ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું, પરંતુ તેઓ હું મારુ કૃત્રિમ અંગ કાઢીને બતાવું તેવું ઈચ્છે છે. શું તે માનવીય રીતે શક્ય છે મોદીજી? શું આપણો દેશ આની વાત કરી રહ્યો છે? શું આપણા સમાજમાં એક સ્ત્રી બીજી સ્ત્રીને આદર આપે છે? મોદીજીને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અમને વરિષ્ઠ નાગરિકો જેવા કાર્ડ આપો.`

આ સાથે જ સુધા ચંદ્રને આશા વ્યક્ત કરી કે તેની અપીલ પર વિચાર કરવામાં આવશે અને તેના પર ચોક્કસપણે કોઈ પગલાં લેવામાં આવશે. સુધા ચંદ્રનનો આ વીડિયો જોઈને લાગે છે કે તેણે તેને એરપોર્ટની બહાર જ શૂટ કર્યું છે. 

આ વિડીયો શેર કરતા સુધાએ કેપ્શનમાં લખ્યું - તે એકદમ દુઃખદાયક છે. દરેક વખતે આ પ્રક્રિયામાંથી પસાર  થવું ખૂબ જ દુઃખદ છે. આશા છે કે મારો સંદેશ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સુધી પહોંચશે અને ટૂંક સમયમાં જ પગલાં લેવામાં આવશે.

entertainment news television news narendra modi