કૃષ્ણ જન્મોત્સવ માટે ‘યશોમતી કે નંદલાલા’નો સમય વધ્યો

02 August, 2022 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો 1લી ઓગસ્ટથી રાત્રે 8:30 વાગ્યે પ્રસારિત થશે અને 1લીથી 5મી ઓગસ્ટ દરમિયાન એક કલાકના વિશેષ એપિસોડ રજૂ કરશે

યશોમતી કે નંદલાલા

સોની પર આવતા ‘યશોમતી કે નંદલાલા’ને નવા સમયે રજૂ કરવાની સાથે એનો સમય પણ વધારવામાં આવ્યો છે. આ શોનો હવે પહેલી ઑગસ્ટથી પાંચ ઑગસ્ટ સુધી કૃષ્ણ જન્મોત્સવ મનાવતા એક કલાકનો સ્પેશ્યલ એપિસોડ સાડાઆઠ વાગ્યે દેખાડવામાં આવશે. આ સિરિયલમાં કાન્હાએ જ્યારે પહેલી વખત યશોદાને મા કહ્યું, તેમણે પહેલી વખત જ્યારે વાંસળી હાથમાં લીધી એ બધી બાબતોને આ શોમાં દેખાડવામાં આવશે. યશોદાનો રોલ નેહા સરગમ ભજવી રહી છે. આ શોને લઈને નેહાએ કહ્યું કે ‘આ શોમાં સામેલ થવાથી હું આભારી છું. આ શોનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. એના આગામી એપિસોડના શૂટિંગને લઈને હું ઉત્સુક છું, કેમ કે એમાં દરરોજ સ્ટોરી વધુ સ્ટ્રૉન્ગ અને માહિતીસભર થઈ રહી છે. આવનારા એપિસોડમાં લોકોને જોવા મળશે કે તેમનો કાનુડો આતુર બને છે અને તેને મોટો થતો પણ દેખાડવામાં આવશે. તમામ ફૅન્સ અને દર્શકોએ અમને અને આ શોને આપેલા પ્રેમ બદલ હું તેમની આભારી છું. હું સૌને એક ગુડ ન્યુઝ આપવા માગું છું કે તેઓ હવે પહેલી ઑગસ્ટથી આ શોને જલદી એટલે કે સાડાઆઠ વાગ્યે જોઈ શકશે.’

entertainment news television news janmashtami indian television sony entertainment television