‘બિગ બૉસ’માં રીએન્ટ્રી માટે સોની સિંહના ધમપછાડા

25 August, 2021 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું દરેક સાથે સારી હતી અને હું મારી જાતને એક્સપ્રેસ પણ નહોતી કરી શકતી કે પોતાની જાત માટે સ્ટૅન્ડ પણ નહોતી લઈ શકતી. હું લોકો સાથે સંબંધ સારા રાખવામાં વ્યસ્ત હતી. 

સોની સિંહ

સોની સિંહની ઇચ્છા છે કે તે ફરી ‘બિગ બૉસ’માં એન્ટ્રી કરે. તે હાલમાં ‘હીરો : ગાયબ મોડ ઑન’માં જોવા મળી રહી છે. ‘બિગ બૉસ’ની આઠમી સીઝનમાં તે જોવા મળી હતી. 
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતી આ સીઝન વિશે સોનીએ કહ્યું હતું કે ‘હું ‘બિગ બૉસ’ની આઠમી સીઝનમાં જોવા મળી હતી અને લગભગ એક મહિના બાદ ઇવિક્ટેડ થઈ હતી. એ સમયે હું શો માટે એટલી તૈયાર નહોતી. હું દરેક સાથે સારી હતી અને હું મારી જાતને એક્સપ્રેસ પણ નહોતી કરી શકતી કે પોતાની જાત માટે સ્ટૅન્ડ પણ નહોતી લઈ શકતી. હું લોકો સાથે સંબંધ સારા રાખવામાં વ્યસ્ત હતી. 
જોકે હવે હું આ શોમાં રીએન્ટ્રી કરવા માગું છું અને દર્શકોને એન્ટરટેઇન કરવા માગું છું.’

television news indian television entertainment news Bigg Boss