રાજકીય કે બૉલિવૂડ સ્ટાઈલમાં નહીં પણ આ રીતે એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીને બર્થડે વિશ કર્યુ

23 March, 2024 09:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Smriti Irani Birthday: મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી રહી ચૂક્યા છે તે અને એકતા કપૂર સાથેન તેના ગાઢ સંબંધ વિશે બધા જાણે છે. ત્યારે જાણો એકતા કપૂરે કઈ રીતે સ્મૃતિ ઈરાનીને બર્થડે વિશ કર્યુ...

સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર

Smriti Irani Birthday: મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી રહી ચુકી છે અને તેણે પોતાની આખી સફર પોતાના દમ પર નક્કી કરી છે. સ્મૃતિ ઈરાનીનો જન્મદિવસ (Smriti Irani Birthday)છે અને તેનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો. સ્મૃતિની કરિયર અદ્ભુત રહી છે. તેણે દરેક પ્લેટફોર્મ પર પોતાની જાતને પરફેક્ટ સાબિત કરી છે. રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડલિંગ અને ટેલિવિઝનની દુનિયામાં પણ કામ કર્યું છે. સ્ટાર પ્લસ પરની એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી` માં તુલસીના પાત્રે તેને નવી ઓળખ આપી છે. 

સ્મૃતિ ઈરાનીના બર્થડે પર રાજકારણીઓથી માંડીને અભિનય ક્ષેત્રની હસ્તીઓ તેણીને જન્મદદિવસની શુભકામના પાઠવી રહ્યાં છે. સ્મૃતિ ઈરાનીને અભિનયમાં બ્રેક આપનાર એકતા કપૂરે તેણીને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યુ છે. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને સ્મૃતિ ઈરાનીને શુભકામના પાઠવી છે.આ ઉપરાંત મૌની રૉયે પણ સ્મૃતિ ઈરાનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. 

સ્મૃતિ ઈરાની વિશે વધુમાં વાત કરીએ તો તેણીનું બાળપણ દિલ્હીમાં વીત્યું અને ત્યાં જ તેણીએ અભ્યાસ કર્યો. 12 ધોરણ પછી તેણીએ દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લર્નિંગમાં એડમિશન લીધું. જ્યારે સ્મૃતિ ઈરાની નાના હતા ત્યારે તેમના માતા-પિતાએ તેમની દીકરીઓનું ભવિષ્ય જાણવા માટે એક પંડિતને ઘરે બોલાવ્યા અને તેમણે કહ્યું કે મોટી છોકરી (સ્મૃતિ ઈરાની)નું કંઈ નહીં થાય, ત્યારે સ્મૃતિએ તેમને પડકાર ફેંક્યો અને કહ્યું કે આજથી 10 વર્ષ પછી મને જોજો. પોતાની મહેનત અને સમર્પણના બળ પર સ્મૃતિ ઈરાનીએ આ આગાહીને ખોટી ઠેરવી.

આ રીતે મેં ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો
જ્યારે સ્મૃતિ મોટી થઈ ત્યારે તેણે મોડલિંગની દુનિયામાં પોતાને સ્થાપિત કરવાનું વિચાર્યું અને મુંબઈ આવી ગઈ. સ્મૃતિએ સૌપ્રથમ મિસ ઈન્ડિયા પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને ફાઈનલિસ્ટ રહી હતી. આ પછી તેને મીકા સિંહના આલ્બમ `સાવન મેં લગ ગયી આગ`ના ગીત `બોલિયાં`માં પરફોર્મ કરવાની તક મળી. આ પછી તેને સીરિયલ `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી`માં કામ કરવાની તક મળી.

સ્મૃતિ ઝુબિન ઈરાનીની રાજકીય કારકિર્દી વર્ષ 2003 માં શરૂ થઈ જ્યારે તે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ અને દિલ્હીના ચાંદની ચોક લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા. આ પછી, વર્ષ 2011 માં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. વર્ષ 2019માં ભાજપે તેમને અમેઠીથી રાહુલ ગાંધી સામે સામાન્ય ચૂંટણીમાં ઉતાર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને તેમના જ ગઢમાં હરાવ્યા હતા.

smriti irani ekta kapoor happy birthday television news entertainment news