પરિ‌ણીત મહિલાઓ હિરોઇન ન બની શકે એવું કહેવામાં આવ્યું હતું શુભાંગી અત્રેને

04 April, 2021 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુભાંગીએ ‘કસ્તુરી’, ‘દો હંસોં કા જોડા’ અને ‘ચીડિયાઘર’માં કામ કર્યું હતું

શુભાંગી અત્રે

શુભાંગી અત્રેનું કહેવું છે કે તેને એમ કહેવામાં આવ્યું હતું કે પરિણીત મહિલાઓ હિરોઇન મટીરિયલ નથી હોતી. શુભાંગીએ ‘કસ્તુરી’, ‘દો હંસોં કા જોડા’ અને ‘ચીડિયાઘર’માં કામ કર્યું હતું. તે હાલમાં ‘ભાભીજી ઘર પર હૈ’માં જોવા મળી રહી છે. તેનાં લગ્ન નાની ઉંમરમાં જ થઈ ગયાં હતાં, પરંતુ બાળપણથી ઍક્ટિંગમાં કરીઅર બનાવવાની ઇચ્છાથી તે મુંબઈ આવી હતી. એ વિશે શુભાંગીએ કહ્યું હતું કે ‘મારાં ખૂબ નાની વયે લગ્ન થઈ ગયાં હતાં. હું ખુશ હતી કે હું મુંબઈ આવી ગઈ અને મારાં સપનાં પૂરાં કરી શકી. જોકે હું જ્યારે અહીં આવી ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે મૅરિડ વિમેનને હિરોઇન મટીરિયલ નથી ગણવામાં આવતી. જોકે હું સતત બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતી રહેતી હતી. આજે હું નસીબદાર છું. મારી આ જર્ની દરમ્યાન હસબન્ડ અને મારી ફૅમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો હતો. હું બાળપણથી જ ખૂબ ફિલ્મી હતી. હું મારા અંતિમ શ્વાસ સુધી એ જ રહેવાની છું. નાની વયથી જ મારી ઍક્ટ્રેસ બનવાની ઇચ્છા હતી. મને આજે પણ યાદ છે કે મારી ફૅમિલી, પાડોશીઓ અને ફ્રેન્ડ્સ મને હિરોઇન કહીને બોલાવતાં હતાં. એ સાંભળીને હું શરમાઈ જતી હતી. મને જ્યારે પણ રજા મળતી ત્યારે હું ત્રણથી ચાર ફિલ્મો જોઈ લેતી હતી, સાથે જ ટીવી-શો પણ સતત જોતી હતી.’

entertainment news television news indian television tv show