શિવાંગીને હમણાં શું કામ તામિલ ફિલ્મો નથી કરવી?

10 June, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મહેંદી હૈ રચને વાલી’ની લીડ ઍક્ટ્રેસ પાસે અઢળક સાઉથ ફિલ્મો હોવા છતાં તે આ સિરિયલ કન્ટિન્યુ કરવા માગે છે અને એનું સ્પેસિફિક કારણ પણ છે

શિવાંગી ખેડકર

સ્ટાર પ્લસના શો ‘મહેંદી હૈ રચને વાલી’માં પલ્લવીનું લીડ કૅરૅક્ટર કરતી શિવાંગી ખેડકરે શો લેતાં પહેલાં ચૅનલ અને પ્રોડ્યુસર પાસે સ્પષ્ટતા કરી હતી કે તેની સાઉથની ફિલ્મોનું શૂટ ચાલુ થવાનું હોવાથી ૧૦૦થી વધારે એપિસોડ તે નહીં કરી શકે.

હવે શોના ૧૦૦ એપિસોડ પૂરા થઈ ગયા છે, પણ એ પછી પણ શિવાંગી શો કન્ટિન્યુ કરવા માગે છે. શિવાંગી કહે છે, ‘ફિલ્મ કરતાં ટીવી-ઑડિયન્સ વધારે ઍક્ટિવ અને કનેક્ટેડ હોય છે. મારા આ શોમાં મને દરરોજ સોશ્યલ મીડિયા પર એવા-એવા મેસેજ આવે છે કે તમે વિચારી પણ ન શકો. મને અફસોસ થાય છે કે આજ સુધી મેં કેમ ટીવી-સિરિયલ નહોતી કરી.’

શિવાંગી સાઉથની પહેલા દરજ્જાની ઍક્ટ્રેસ છે. તેણે અત્યાર સુધી સાઉથમાં ૨૦થી વધુ ફિલ્મો કરી છે અને ૪ ફિલ્મો ઑલરેડી તેણે સાઇન કરી રાખી છે, પણ શિવાંગી ઇચ્છે છે કે તે આ સિરિયલમાં અકબંધ રહે. શિવાંગી કહે છે, ‘તમારા કામને તમે બેચાર દિવસમાં જ સ્ક્રીન પર જોઈ શકો અને નવા કામ માટે તમે અપડેટ પણ ફટાફટ થાઓ એ જ ટીવીની મજા છે.’

entertainment news television news indian television tv show