સેટ પર જઈને સૌથી પહેલું કામ શું કરે છે શિલ્પા?

23 January, 2022 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં તે સ્પર્ધકોને જજ કરી રહી છે

શિલ્પા શેટ્ટી કુંદ્રા

શિલ્પા શેટ્ટી કુંદ્રા સેટ પર જઈને એક અગત્યનું કામ કરે છે. તેણે ‘હંગામા 2’ દ્વારા ઍક્ટિંગમાં કમબૅક કર્યું હતું. હાલમાં ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં તે સ્પર્ધકોને જજ કરી રહી છે. કૅમેરા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘હું જ્યારે પણ સેટ પર જાઉં છું ત્યારે સૌથી પહેલા હું કૅમેરાને સ્પર્શ કરું છું. મને જે કામ મળ્યું છે અને મને જે કામ કરવાનું ગમે છે એને મારી ક્ષમતા પ્રમાણે કરવા મળે છે એ પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું.’

entertainment news television news indian television indias got talent shilpa shetty