‘ધ લેજન્ડ ઑફ હનુમાન સીઝન 2’ને નરેટ કરવાનો છે શરદ કેળકર

04 August, 2021 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩ એપિસોડની આ સિરીઝમાં હનુમાન હવે રાવણ અને તેની સેના સામે લડતો જોવા મળશે. જોકે આમાં દમદાર અને વજનદાર અવાજમાં શરદનું નરેશન નવું ફૅક્ટરનો ઉમેરો કરશે.

શરદ કેળકર

ઍનિમેટેડ સિરીઝ ‘ધ લેજન્ડ ઑફ હનુમાન’ની બીજી સીઝન છઠ્ઠી ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે, જેને શરદ કેળકર નરેટ કરશે. 
    ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી ‘ધ લેજન્ડ ઑફ હનુમાન સીઝન 2’ને હિન્દી, તામિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી રહી છે. ૧૩ એપિસોડની આ સિરીઝમાં હનુમાન હવે રાવણ અને તેની સેના સામે લડતો જોવા મળશે. જોકે આમાં દમદાર અને વજનદાર અવાજમાં શરદનું નરેશન નવું ફૅક્ટરનો ઉમેરો કરશે.

television news indian television entertainment news sharad kelkar