સાત ફૅન્સને મળ્યું ‘ટિકિટ ટુ ત્યોહાર’

12 January, 2022 09:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફૅન્સને તેમની ટૅલન્ટને અને તેઓ તેમના ફેવરિટ ચાહકને કેટલો પ્રેમ કરે છે એના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. આ ફૅન્સને તેમના ફેવરિટ ઍક્ટર સાથે સ્ટેજ પર ડાન્સ કરવાનો પણ ચાન્સ મળ્યો હતો.

સાત ફૅન્સને મળ્યું ‘ટિકિટ ટુ ત્યોહાર’

સાત એવા ફૅન્સ છે જેને ‘ઝી રિશ્તે અવોર્ડ્સ’ના સ્ટેજ પર તેમના ચાહકો સાથે ડાન્સ કરવાનો ચાન્સ મળ્યો છે. આ અવૉર્ડ્સ શો માટે શોના ચાહકોમાંથી ફક્ત સાત જણને પસંદ કરવામાં આવ્યા હતા. ઘણા ચાહકોમાંથી ચૅનલ દ્વારા પંદર જણને પસંદ કરી તેમના ઑડિશન લેવામાં આવ્યાં હતાં જેમાંથી ફક્ત સાત ફૅન્સને ‘ટિકિટ ટુ ત્યોહાર’ આપવામાં આવ્યું હતું. આ ફૅન્સને તેમની ટૅલન્ટને અને તેઓ તેમના ફેવરિટ ચાહકને કેટલો પ્રેમ કરે છે એના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. આ ફૅન્સને તેમના ફેવરિટ ઍક્ટર સાથે સ્ટેજ પર ડાન્સ કરવાનો પણ ચાન્સ મળ્યો હતો.

television news entertainment news indian television