સંજય ગગનાની કરશે વર્ચ્યુઅલ ઈદ સેલિબ્રેશન

14 May, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટર સંજય ગગનાની દર વર્ષની જેમ આ વર્ષે તો પોતાના મિત્રોની સાથે મળીને ઈદ નહીં ઊજવી શકે

સંજય ગગનાની

આજે ઈદ છે ત્યારે ‘કુંડલી ભાગ્ય’નો ‘પૃથ્વી’ એટલે કે સંજય ગગનાની પણ ઈદ સેલિબ્રેટ કરવાનો છે. જોકે આ વખતે કોરોનાને લીધે દરેક વ્યક્તિ તામઝામ વગરની ઈદ મનાવતી જોવા મળશે. સંજય ગગનાની પોતાના મિત્રો સાથે વર્ચ્યુઅલ ગેટ-ટુગેધર કરવાનો છે અને ‘કુંડલી ભાગ્ય’ની ટીમ સાથે ઇફ્તારીનો આનંદ ઉઠાવવાનો છે. સંજય ગગનાની કહે છે, ‘ઈદ મને અત્યંત ગમે છે અને સૌથી ગમતા તહેવારોમાંની એક છે. હું એવું માનું છું કે તહેવારો લોકોને સાથે લાવે છે. મારા મિત્રો જે રમજાનમાં રોજા રાખે છે તેમની સાથે હું દરેક ઈદ ઊજવું છું. દર વર્ષે અમે ગેટ-ટુગેધર કરીએ છીએ, પણ આ વખતે પેન્ડેમિકને કારણે વર્ચ્યુઅલ ગેટ-ટુગેધર કરીશું.’ સંજયે ઉમેર્યું કે છેલ્લાં કેટલાંક વર્ષથી હું ઈદ મોટે ભાગે ‘કુંડલી ભાગ્ય’ના સેટ પર ઊજવું છું અને આ વખતે પણ એમ જ થશે. ‘અંજુમ (ફકીહ) બહુ સ્વાદિષ્ટ જમવાનું સેટ પર લઈ આવે છે, તો ઝાન ખાન, વસીમ મુશ્તાક અને ગુલફામ હુસેન સાથે પણ હું ઈદ સેલિબ્રેટ કરું છું. હું દરેકને ઈદ મુબારક વિશ કરું છું અને આ મહામારી જલદી દૂર થાય એવી પ્રાર્થના કરું છું.’

television news indian television entertainment news