ઇન્ડિયન ટેલિવિઝનમાં નવો પ્રયોગ બનશે હવે સિરિયલની પ્રીક્વલ

22 July, 2021 12:01 PM IST  |  Mumbai | Rashmin Shah

સ્ટાર ટીવીના પૉપ્યુલર શો ‘સાથ નિભાના સાથિયા’ની પ્રીક્વલ બનશે અને સ્ટાર ભારત પર એ ઑનઍર થશે

જિયા માણેક

પ્રીક્વલ આજે જ્યારે ઇ​ન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ નવો પ્રયોગ છે ત્યારે ઇ​ન્ડિયન ટેલિવિઝન પર સ્ટાર ગ્રુપ આ નવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે અને સ્ટાર ટીવીના પૉપ્યુલર શો ‘સાથ નિભાના સાથિયા’ની પ્રીક્વલ કરશે. ‘સાથ ન‌િભાના સાથિયા’ની આ પ્રીક્વલનું ટાઇટલ ‘તેરા મેરા સાથ રહે’ છે. આ સિરિયલ સ્ટાર પ્લસ પર નહીં પણ સ્ટાર ગ્રુપની ચૅનલ સ્ટાર ભારત પર ઑનઍર થશે.

પ્રીક્વલ ત્યાં પૂરી થશે જ્યાં ‘સાથ નિભાના સાથિયા’ શરૂ થાય છે. પ્રિક્વલ માટે નૅચરલી જિયા માણેક જ લીડ કૅરૅક્ટર રહેશે તો અન્ય ઍક્ટર્સ હવે ફાઇનલ થયા છે. જોકે પ્રીક્વલ છે એટલે બીજા કૅરૅક્ટરને યંગ દેખાડવાના હોવાથી એમાં ચેન્જ કરવામાં આવશે. જિયા માણેક ફાઇનલ કરવાનું કારણ સમજાવતાં શો સાથે જોડાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે જિયાને આજે પણ વીસ વર્ષની દેખાડી શકાતી હોવાથી જિયાને ફાઇનલ કરવામાં કોઈ પ્રૉબ્લેમ નથી થયો.

entertainment news television news indian television tv show Rashmin Shah