‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવા કેમ ના પાડી રુબીનાએ?

23 May, 2021 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં હસબન્ડ અભિનવ શુક્લા સાથે ભાગ લીધો હતો

રુબીના દિલૈક

રુબીના દિલૈકે તેનો ડેઇલી શો ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ માટે ‘ખતરોં કે ખિલાડી 11’ને ના પાડી દીધી હતી. રુબીનાને કોરોના થયો હતો એથી તે શિમલામાં તેના ઘરે હતી. હાલમાં જ તેની ટેસ્ટ નેગેટિવ આવી છે. તેણે ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં હસબન્ડ અભિનવ શુક્લા સાથે ભાગ લીધો હતો. હવે અભિનવ ‘ખતરોં કે ખિલાડી 11’માં સામેલ થયો છે એથી રુબીનાને પૂછવામાં આવ્યું કે શું તને પણ આ શો ઑફર થયો હતો? એનો જવાબ આપતાં રુબીનાએ કહ્યું કે ‘હા, મને આ શો ઑફર થયો હતો, પરંતુ મેં ના પાડી દીધી હતી, કારણ કે હું ડેઇલી સોપ ‘શક્તિ ઃ અસ્તિત્વ કે એહસાસ કી’ માટે કમિટેડ હતી. બાદમાં મને કોવિડ થયો એથી જો મેં આ શો માટે હા પાડી હોત તો પણ હું ન કરી શકી હોત.’

શું ભવિષ્યમાં તું આ શોમાં ભાગ લેવા માગે છે? એના જવાબમાં રુબીનાએ કહ્યું કે ‘ના, આ શો મારા માટે નથી બન્યો. હું કીડા-મકોડાને સહન ન કરી શકું.’

entertainment news television news indian television tv show khatron ke khiladi rubina dilaik