‘સુપર હસબન્ડ’ બનવાની ટિપ્સ આપશે રેમો ડિસોઝા

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને એવું લાગે છે કે લગ્નજીવન સારું બનાવવા માટે આ એક યોગ્ય તક છે અને હું તેમની દરેક ટિપને આ ડાયરીમાં લખવાનો છું. આ તમામ માહિતીઓ હું અન્ય પરિણીત પુરુષો સાથે શૅર કરવાનો છું.’ 

‘સુપર હસબન્ડ’ બનવાની ટિપ્સ આપશે રેમો ડિસોઝા

‘DID સુપર મૉમ્સ’માં જજની ભૂમિકા ભજવનાર રેમો ડિસોઝા હવે ‘સુપર હસબન્ડ’ કઈ રીતે બની શકાય એની ટિપ્સ પરિણીત પુરુષોને આપશે. આવતી કાલથી શરૂ થનાર આ રિયલિટી ડાન્સ શો દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે ઝી ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોમાં તેની સાથે જજ તરીકે ઊર્મિલા માતોન્ડકર અને ભાગ્યશ્રી દાસાણી પણ જોવા મળશે. આ શોમાં રેમોના હાથમાં એક ડાયરી જોવા મળે છે. એ વિશે ભાગ્યશ્રીએ તેને પૂછતાં રેમોએ જવાબ આપ્યો હતો, ‘હું ઘરમાં મારી વાઇફને વિવિધ કામો જેવાં કે કપડાં અને વાસણ ધોવામાં, ઘરની સાફસફાઈ કરવામાં અને રસોઈમાં પણ મદદ કરું છું. જોકે ‘DID સુપર મૉમ્સ’નો અનુભવ જોઈને મારો પ્લાન એ તમામ હસબન્ડ્સને મળવાનો છે અને ‘સુપર હસબન્ડ’ કઈ રીતે બની શકાય એની ટિપ્સ લેવાનો છે. મને એવું લાગે છે કે લગ્નજીવન સારું બનાવવા માટે આ એક યોગ્ય તક છે અને હું તેમની દરેક ટિપને આ ડાયરીમાં લખવાનો છું. આ તમામ માહિતીઓ હું અન્ય પરિણીત પુરુષો સાથે શૅર કરવાનો છું.’ 
તો બીજી તરફ મહિલાઓ હસબન્ડ પાસેથી શું અપેક્ષા રાખે છે એ વિશે ભાગ્યશ્રીએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે રોજબરોજનાં કામ કરાવવાની સાથે તમે વાઇફને ખુશ રાખો એ વધુ અગત્યનું છે. મારો હસબન્ડ મારી ખૂબ પ્રશંસા કરે છે. આ વાત પણ તારી ડાયરીમાં નોંધી રાખ એ તને ઘણી મદદ કરશે. તમારી વાઇફ જ્યારે તૈયાર થઈ રહી હોય ત્યારે તેનાં વખાણ કરો. તેને કહો કે તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ સાંભળીને તે ખુશ થઈ જશે. સાથે જ તે જ્યારે પણ ભોજન બનાવે તો તેની બનાવેલી રસોઈની પણ તમે પ્રશંસા કરો.’
આ સાંભળીને એક ખાસ સલાહ આપતાં ઊર્મિલા માતોન્ડકરે કહ્યું કે ‘તારા જેવા હસબન્ડ હોય તો આપણે ‘DID સુપર હસબન્ડ્સ’ની પણ શરૂઆત કરવી જોઈએ.’

television news indian television entertainment news bollywood news bollywood gossips bollywood remo dsouza