લગ્નની ગિફ્ટ તરીકે નેહા કક્કડને કાંજીવરમ સાડી ગિફ્ટ કરી રેખાએ

02 April, 2021 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 12’ના સેટ પર મળ્યાં હતાં

નેહા કક્કડ, રેખા

રેખાએ લગ્નની ગિફ્ટ તરીકે નેહા કક્કડને કાંજીવરમ સાડી ગિફ્ટ કરી છે. તેઓ હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 12’ના સેટ પર મળ્યાં હતાં. નેહાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. તેનાં લગ્નની ગિફ્ટ તરીકે રેખાએ તેને સાડી ગિફ્ટ કરી છે. આ વિશે રેખાએ કહ્યું હતું કે ‘એવું હંમેશાં કહેવાય છે કે તમે જ્યારે નવાં લગ્ન કરનારને મળો ત્યારે તેને તમારા આશીર્વાદ આપો. મને લાગે છે કે કપડામાં સાડી ખૂબ જ સુંદર છે. આથી મેં નેહાને ફક્ત સાડી ગિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું.’

આ ગિફ્ટ મળતાં ખુશ થતાં નેહાએ કહ્યું હતું કે ‘રેખા મૅમ તરફથી મળેલી આ સાડી મારા માટે એક આશીર્વાદ સમાન છે. મારા માટે આ ખૂબ જ સ્પેશ્યલ છે. રેખા મૅમને મળીને દરેક અવાચક થઈ જાય છે અને હું પણ થઈ ગઈ હતી. તેમના તરફથી મળેલી ગિફ્ટ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે. હું કેટલી ખુશ છું એને શબ્દોમાં નથી કહી શકતી.’

entertainment news indian television television news tv show indian idol neha kakkar rekha