વર્લ્ડ ઓસન ડે નિમિત્તે કઈ ડૉક્યુમેન્ટરી જોવાની ઍડ્વાઇસ આપી રીમ શેખે?

09 June, 2021 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીમે હમણાં જ એક ડૉક્યુમેન્ટરી જોઈ, ‘સીસપાઇરસી’

રીમ શેખ

ગઈ કાલે વર્લ્ડ ઓસન ડે હતો ત્યારે ઝીટીવીના શો ‘તુઝસે હૈ રાબતા’ની કલ્યાણી એટલે કે રીમ શેખે કહ્યું કે પૃથ્વી પર બૅલૅન્સ જાળવી રાખવાનું કામ સમુદ્ર કરે છે અને આપણે એ જ સમુદ્રને બિલકુલ અવગણીએ છીએ. રીમ કહે છે, ‘દરિયાનાં ઊછળતાં મોજાં મને શાંત કરવાનું કામ કરે છે અને એવું બીજા લોકો સાથે પણ બને છે. એક વખત તમે દરિયાકિનારે જઈને બેસશો તો તમને સમજાશે કે દુનિયાની બેસ્ટ શાંતિ તમને અહીં મળશે અને એમ છતાં આપણે દરિયાને પ્રદૂષિત કરતા રહીએ છીએ. માત્ર દરિયાને જ નહીં, પણ એની અંદર રહેતા જીવોને પણ પ્રદૂષિત કરીએ છીએ. આપણું સામાન્ય સનસ્ક્રીન દરિયાઈ પાણીમાં ધોવાય છે, જેનાથી કોરલ્સ અને માછલીઓને નુકસાન થાય છે. હું ક્યારેય એવું સનસ્ક્રીન લગાડીને દરિયામાં નથી જતી. આ મારું યોગદાન છે, નાનું તો નાનું, પણ યોગદાન તો છે.’

રીમે હમણાં જ એક ડૉક્યુમેન્ટરી જોઈ, ‘સીસપાઇરસી’. નેટફ્લિક્સની આ ડૉક્યુમેન્ટરી તમામ લોકોએ જોવી જોઈએ એવું રીમ માને છે. રીમે કહ્યું કે ‘દરિયાની અંદરની સૃષ્ટિ આટલી બેસ્ટ રીતે ક્યારેય જોવા મળી નથી. વહેલ માછલી જે રીતે બચ્ચાને જન્મ આપે છે એ જોઈને તો રીતસરના ગુઝબમ્પ્સ આવી ગયા હતા.’

entertainment news indian television television news