સિન્ગિંગની ટૅલન્ટ હવે યુઝલેસ બની ગઈ છે : સ્વાતિ શાહ

23 July, 2023 03:55 PM IST  |  Mumbai | Harsh Desai

સ્વાતિ શાહને હોમ ડેકોર ખૂબ પસંદ છે

સ્વાતિ શાહ

ગુજરાતમાં જન્મેલી સ્વાતિ શાહ હાલ મુંબઈ રહે છે. તેણે ૨૦૦૫માં આવેલી ‘બા બહૂ ઔર બેબી’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. તે ‘તીન બહુરાનિયાં’, ‘તેરે મેરે સપને’, ‘શોર’, ‘સાત ફેરોં કી હેરાફેરી’ અને હાલમાં ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં કામ કરી રહી છે. ‘સાથ નિભાના સાથિયા’માંના રોલને કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. એ માટે તેને ઘણા અવૉર્ડ પણ મળ્યા હતા.

પોતાની જાતને ત્રણ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?

સિમ્પલ, ઍડ્જસ્ટિંગ અને કૅરિંગ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?

મારા ફ્રેન્ડ્સની સારી કંપની અને સારા સમયને કારણે ચહેરા પર સ્માઇલ આવી જાય છે. ખરાબ સપનાંઓથી મને ખૂબ ડર લાગે છે.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?

હું મારા પતિને ડેટ પર લઈ જઈશ. હું બીચ પર લઈ જઈશ. એમ તો માઉન્ટેન પણ મને પસંદ છે, પણ જ્યાં શાંતિ હશે અને અમને માનસિક શાંતિ મળી શકે એવી જગ્યા હશે ત્યાં હું તેને લઈ જઈશ.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?

મને હોમ ડેકોર ખૂબ પસંદ છે. એ કરવાનું મને ગમે છે. મારી રૂમ અને ઘરને ડેકોર કરવામાં મને ઇન્ટરેસ્ટ છે. એટલે હું સૌથી વધુ પૈસા એની પાછળ જ ખર્ચું છું. ત્યાર બાદ પરફ્યુમ પાછળ પૈસા ખર્ચું છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?

મારું અટેન્શન મેળવવા માટે મારી રિસ્પેક્ટ કરવી જરૂરી છે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?

મારી એટલી જ ઇચ્છા છે કે હું સારી વ્યક્તિ છું એ રીતે લોકો મને ઓળખે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?

ફ્રેન્કલી કહું તો હું ખૂબ પ્રાઇવેટ

પર્સન છું. હું આજે જેકાંઈ છું એ મારા ફૅન્સને કારણે છું એમાં બેમત નથી. જોકે એમ છતાં હું મારા ફૅન્સને પર્સનલી નથી મળતી.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?

એક સમયે હું એને મારું પૅશન અને મારી ટૅલન્ટ ગણતી હતી અને એ છે સિન્ગિંગ. જોકે મેં આજે એને ફૉલો નથી કર્યું એથી આજે એ મારી યુઝલેસ ટૅલન્ટ બની ગઈ છે.

પહેલી જૉબ કઈ હતી?

મેં સૌથી પહેલાં સિન્ગિંગથી શરૂઆત કરી હતી. મેં ઘણી જલદી એ શરૂ કર્યું હતું. હું નવરાત્રિમાં પ્રોફેશનલી ગીત ગાવા જતી હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં છે?

હું એક એવી વ્યક્તિ છું જે હંમેશાં પોતાની વસ્તુ સાચવી રાખે છે. મેં ઘણા ડ્રેસ અને દુપટ્ટા સાચવી રાખ્યા છે. મારી પાસે ઘણા વિન્ટેજ દુપટ્ટા છે જે ૨૦-૨૦ વર્ષ જૂના છે. દુપટ્ટા મને ખૂબ જ એટલે ખૂબ ગમે છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?

લગ્ન કરવા હું મારા ઘરમાંથી ભાગી ગઈ હતી એ મારી લાઇફનું સૌથી ડૅરિંગવાળું કામ હતું.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?

હું પોતે એક મિસ્ટરી છું. મને દરેક વ્યક્તિ સૉલ્વ કરી શકે એવું નથી.

entertainment news indian television television news star plus harsh desai