રાહુલ વૈદ્ય શોમાં એન્ટ્રી કરે એ પહેલાં ૭૧ હજારની વૉચ ગિફ્ટ કરી ગર્લફ્રેન્ડે

04 May, 2021 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવા ૬ મેએ રાહુલ કેપટાઉન જવા નીકળશે

ગર્લફ્રેન્ડ દિશા પરમારે ગિફ્ટ કરી વૉચ

‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવા જનાર રાહુલ વૈદ્યને ગર્લફ્રેન્ડ દિશા પરમારે ૭૧ હજારની વૉચ ગિફ્ટમાં આપી છે. ૬ મેએ આ શો માટે રાહુલ કેપટાઉન જવા નીકળશે. એથી એક યાદગીરી તરીકે દિશાએ આ ગિફ્ટ આપી છે. એ ગિફ્ટનો વિડિયો રાહુલે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. વિડિયોમાં રાહુલ દિશાને થૅન્ક યુ કહે છે. જોકે દિશા એ વખતે નારાજ થઈ ગઈ કેમ કે તેણે તેના હાથે લખેલો લેટર એ ગિફ્ટની અંદર રાખવા માટે સ્ટોરને કહ્યું હતું, પરંતુ સ્ટોરવાળા એ લેટર મૂકવાનું ભૂલી ગયા. એથી દિશાએ પોતાના ફોનમાંથી એ નોટ વાંચી સંભળાવી હતી. લેટરમાં લખ્યું હતું કે ‘આ આપણા જુદા થવાની નાનકડી ગિફ્ટ છે. તું હવે બીજી સાહસિક જર્ની માટે જઈ રહ્યો છે. એ પણ ખાતરી છે કે તું ચમકવાનો છે. લવ યુ ટુ મચ.’

entertainment news television news indian television rahul vaidya khatron ke khiladi