‘કુતુબમિનાર’ને બર્લિન ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યું સ્પેશ્યલ મેન્શન

20 June, 2021 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ફિલ્મ ફેસ્ટિવલમાં તેમણે જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે તેઓ આવા બોલ્ડ વિષયવાળી, પરંતુ સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મને જોઈને ચોંકી ગયા હતા.

‘કુતુબમિનાર’ને બર્લિન ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યું સ્પેશ્યલ મેન્શન

કરણવીર બોહરા અને સંજય મિશ્રાની ‘કુતુબમિનાર’ને બર્લિન ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧માં બેસ્ટ ફીચર ફિલ્મ માટે સ્પેશ્યલ મેન્શન આપવામાં આવ્યું છે. આ ફિલ્મ પિતા-પુત્રની સ્ટોરી દેખાડે છે, જેમાં દીકરો મેક્રો ફલુસ નામની લાર્જ રીપ્રોડક્ટિવ ઑર્ગનની દુર્લભ બીમારીથી પીડાતો હોય છે. ફિલ્મને પંચમ સિંહે પ્રોડ્યુસ અને રાજ આશુએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મિન્શા લાંબા અને ત્રિધા ચૌધરી પણ લીડ રોલમાં છે. ફિલ્મને ફેસ્ટિવલમાં મળેલી ઓળખ વિશે કરણવીર બોહરાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ફેસ્ટિવલમાં તેમણે જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે તેઓ આવા બોલ્ડ વિષયવાળી, પરંતુ સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મને જોઈને ચોંકી ગયા હતા. આ અમારા માટે સપના સમાન હતું, જ્યારે બર્લિન ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલે અમને ઈ-મેઇલ કરીને કહ્યું કે તમારી જીતનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લો. અમને લાગ્યું કે કદાચ આ ભાગ લેવા માટે આભાર વ્યક્ત કરતી ઈ-મેઇલ હશે અને બીજી વખત પ્રયાસ કરવા કહ્યું હશે, કારણ કે તમને ખાતરી નથી હોતી કે તમારી ફિલ્મને વિશ્વસ્તરે ઓળખ મળશે. જોકે આ વખતે અમારી સાથે આવું થયું છે. ‘કુતુબમિનાર’ને એશિયાની અનેક ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે.’

television news entertainment news indian television