‘પિન્કી ઍન્ડ હૅપી - ધી ભૂત બંધુઝ’ બન્યો ઇન્ડિયાનો બેસ્ટ ઍનિમેશન શો

10 May, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સમય હતો જ્યારે ઇન્ડિયન ઍનિમેશનનું મૂલ્ય નિમ્ન સ્તરનું ગણાતું હતું, પણ હવે એ કાળી ટીલી ભૂંસાઈ હોય એવો ઘાટ ઘડાયો છે અને ઇન્ટરનૅશનલ ચૅનલ નિકલોડિયન પર આવતા બીજા ઇન્ટરનૅશનલ શો વચ્ચે પણ ‘ધી ભૂત બંધુઝ’એ બેસ્ટ ઍનિમેશન શોનું ટાઇટલ જીતી લીધું છે.

‘પિન્કી ઍન્ડ હૅપી - ધી ભૂત બંધુઝ’ બન્યો ઇન્ડિયાનો બેસ્ટ ઍનિમેશન શો

થોડા જ ટાઇમમાં બચ્ચાંઓના મનમાં રાજ કરવા માંડેલા નિકલોડિયન ચૅનલના ઍનિમેશન શો ‘પિન્કી ઍન્ડ હૅપી - ધી ભૂત બંધુઝ’ને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયાના બેસ્ટ ઍનિમેશન શોનો અવૉર્ડ મળ્યો છે. એક સમય હતો જ્યારે ઇન્ડિયન ઍનિમેશનનું મૂલ્ય નિમ્ન સ્તરનું ગણાતું હતું, પણ હવે એ કાળી ટીલી ભૂંસાઈ હોય એવો ઘાટ ઘડાયો છે અને ઇન્ટરનૅશનલ ચૅનલ નિકલોડિયન પર આવતા બીજા ઇન્ટરનૅશનલ શો વચ્ચે પણ ‘ધી ભૂત બંધુઝ’એ બેસ્ટ ઍનિમેશન શોનું ટાઇટલ જીતી લીધું છે.
નિકલોડિયન ચૅનલ માટે આ વર્ષનો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મોટી લહાણી લઈને આવ્યો હતો એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે ચૅનલના કુલ ૭ શોને દાદાસાહેબ ફાળકે અવૉર્ડની અલગ-અલગ કૅટેગરીમાં પ્રાઇઝ મળ્યું હતું. જોકે ચૅનલ ‘પિન્કીઍન્ડ હૅપી - ધી ભૂત બંધુઝ’ને મળેલા સન્માન માટે ખૂબ ખુશ છે. 

television news indian television entertainment news