સુનિધિ ચૌહાણ, કુમાર શાનુ અને સાધના સરગમના રસ્તે હવે સાયલી પણ

10 April, 2021 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઇન્ડ‌િયન આઇડલ’ના સેટ પર મ્યુઝિક કમ્પોઝર આણંદજી શાહે આ કન્ટેસ્ટન્ટનું નામ બદલાવી સાયલી કિશોર કર્યું

સુનિધિ ચૌહાણ, કુમાર શાનુ અને સાધના સરગમના રસ્તે હવે સાયલી પણ

હા, કલ્યાણ-આણંદજી ફેમ આણંદજી શાહ નામ આપવાની બાબતમાં ઇન્ડ‌િયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બહુ પૉપ્યુલર છે. તેમણે સુનિધિ ચૌહાણથી માંડીને કુમાર શાનુ અને સાધના સરગમ જેવાં અનેક સિંગર્સને નવા નામે બૉલીવુડમાં ઇન્ટ્રોડ્યુસ કર્યાં હતાં. હવે આણંદજીભાઈએ આ કામ ‘ઇન્ડ‌િયન આઇડલ’ની કન્ટેસ્ટન્ટ સાયલી સાથે કર્યું છે.
શનિવારે સોની ટીવી પર જોવા મળનારા એપિસોડમાં ચીફ ગેસ્ટ તરીકે આણંદજીભાઈ આવ્યા હતા, તેમની સામે સાયલીએ કલ્યાણજી-આણંદજીએ કમ્પોઝ કરેલાં ત્રણ ગીતો ગાયાં. એ સાંભળીને આણંદજીભાઈએ કહ્યું કે ‘સાયલીનો જે અવાજ છે એમાં તેના પપ્પાના આશીર્વાદ પણ સંભળાય છે એટલે હું સાયલીને ‘સાયલી કિશોર’ નામ આપું છું.’ આણંદજીભાઈએ એ જ સમયે પોતે જેનાં-જેનાં નામ બદલાવ્યાં છે એની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે સુનિધિ ચૌહાણથી માંડીને સાધના સરગમ અને કુમાર શાનુને નવા નામે ઇન્ટ્રોડ્યુસ કરવાનું કામ અમે કર્યું અને એ લોકોની મ્યુઝિકની સફર એક નવા મુકામ પર પહોંચી.

television news indian television entertainment news