દુનિયાનો કોઈ પણ રાઇટર ‘બિગ બૉસ’ની સ્ક્રિપ્ટ ન લખી શકે: સલમાન ખાન

27 September, 2020 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુનિયાનો કોઈ પણ રાઇટર ‘બિગ બૉસ’ની સ્ક્રિપ્ટ ન લખી શકે: સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે વિશ્વમાં કોઈ એવો રાઇટર નથી જે ‘બિગ બૉસ’ની સ્ક્રિપ્ટ લખી શકે. કલર્સ ચૅનલ પર 3 ઑક્ટોબરથી આ શો શરૂ થવાનો છે. શોમાં સ્પર્ધકોની પરસ્પર અનબન, ઝઘડો આપણા દેશમાં લોકોને ખૂબ પસંદ પડે છે. એવી ચર્ચા છે કે આ શો સ્ક્રિપ્ટેડ છે. એના વિશે સલમાને કહ્યું હતું કે ‘વિશ્વમાં મોટામાં મોટા રાઇટર્સ હોય તો પણ તે ‘બિગ બૉસ’ની સ્ક્રિપ્ટ ન લખી શકે. શોમાં દરેક સેકન્ડે ઇમોશન અને પ્રામાણિકતા બદલાય છે. સ્પર્ધકો હસે છે, રડે છે અને ટાસ્ક પૂરું કરવા માટે લડાઈ પણ કરે છે. એથી આવા શોની સ્ક્રિપ્ટ લખવી તો અશક્ય જ છે. એ બધું કુદરતી બને છે. તમે સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન, શહેનાઝ ગિલ અથવા તો હિના ખાનને સ્ક્રિપ્ટ પ્રમાણે વર્તન કરવાનું ન કહી શકો. તેમની પર્સનાલિટી જ એવી છે કે તમે તેમને શોમાં જોવાનું પસંદ કરો છો.’

entertainment news television news indian television tv show Bigg Boss bigg boss 14 Salman Khan