નિક્કી તંબોલીને મૂડમાં રાખવાનું કામ કોણ કરે છે?

15 June, 2021 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકામાં ‘ખતરોં કે ખિલાડી’નું શૂટ કરતી ઍક્ટ્રેસે ઇન્ડિયા છોડવાના એક વીક પહેલાં ભાઈ ગુમાવ્યો હતો એટલે નૅચરલી તેનો મૂડ ઑફ રહે છે

નિક્કી તંબોલી

કલર્સના રિયલિટી શો ‘બિગ બૉસ’ની ચૌદમી સીઝનમાં ફાઇનલ સુધી પહોંચેલી સાઉથની ફિલ્મોની ગુજરાતી ઍક્ટ્રેસ નિક્કી તંબોલીના સગા ભાઈનું ડેથ થયું હોવા છતાં તે રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં જૉઇન

થઈ, પણ એક વીક પહેલાં જ ભાઈનું ડેથ થયું હોવાથી નૅચરલી તેનો મૂડ નથી હોતો. નિક્કીને મૂડમાં રાખવાનું કામ અત્યારે ‘ખતરોં કે ખિલાડી’ કન્ટેસ્ટન્ટ કરી રહ્યા છે અને એમાં પણ ખાસ રાહુલ વૈદ્ય આ કામ કરે છે. રાહુલે કહ્યું કે ‘નૅચરલી એ મારે માટે નાની બહેન જેવી છે. ‘બિગ બૉસ’ની ફાઇટ એ ઘર પૂરતી હતી, એ પછી અમારી વચ્ચે કોઈ ફાઇટ ક્યારેય થઈ નથી. અમે મુંબઈમાં પણ એકબીજા સાથે રેગ્યુલર કૉન્ટૅક્ટમાં હતાં. એ જે ફેઝમાંથી આવી છે એમાંથી તેને પાર કરવાની જવાબદારી અમારા બધાની છે.’

રાહુલ વૈદ્ય સતત ધ્યાન રાખતો હોય છે કે નિક્કી જમી છે કે નહીં અને નિક્કી એકલી તો નથીને. નિક્કીને પણ ખબર છે કે રાહુલ તેનું સતત ધ્યાન રાખતો હોય છે. નિક્કીનું ધ્યાન રાખવામાં અર્જુન બિજલાની પણ એટલો જ ઍક્ટિવ છે.

entertainment news indian television television news tv show khatron ke khiladi arjun bijlani rahul vaidya