સમર ડોઝ

04 May, 2021 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશઆખો જ્યારે વૅક્સિનનો ડોઝ લે છે ત્યારે બચ્ચાંઓની ચૅનલ નિકલોડિયન બાળકો માટે પૉપ્યુલર કાર્ટૂન સિરીઝની નવી સીઝનનો ડોઝ લાવી છે

ગોલમાલ જુનિયર

ઑનલાઇન એજ્યુકેશનમાંથી પણ હવે વેકેશન પડ્યું છે ત્યારે નિકલોડિયન ચૅનલ ‘ગોલમાલ જુનિયર’થી માંડીને ‘પિન્કી ઍન્ડ હૅપી – ધી ભૂત બંધુસ’, ‘મોટુ પતલુ’ અને ‘જાદુઈ રુદ્રા’ જેવા પૉપ્યુલર કાર્ટૂનની નવી સીઝન લઈને આવે છે. સોની ગ્રુપની બાળકોની ચૅનલ પર ‘તારક મેહતા કા છોટા ચશ્મા’ શરૂ થયા પછી નૅચરલી નિકલોડિયને પણ ચૅનલમાં નવા શો લાવવાની દિશામાં દોટ મૂકી છે. ‘સમર ડોઝ’ અંતર્ગત શરૂ કરવામાં આવનારી આ નવી સીઝન ઉપરાંત દર વીકના એક કિડ-ફિલ્મ રિલીઝ કરવાનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ચૅનલના કન્ટેન્ટ હેડ અનુ સિક્કાએ કહ્યું હતું કે ‘ઘરમાં રહેતાં બાળકો અત્યારે કેવી સાયકોલૉજી વચ્ચેથી પસાર થતાં હોય એ વાતનું ધ્યાન રાખીને જ આ બધા એપિસોડ ડેવલપ કરવામાં આવ્યા છે. આ અઘરું કામ હતું, પણ અમારી કન્ટેન્ટ ટીમે એ બેસ્ટ રીતે કર્યું છે.’

entertainment news indian television television news