કપિલ શર્માની ફુઈએ મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂ વિરુદ્ધ નોંધાવ્યો કેસ, કહ્યું આ...

06 August, 2022 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉપાસના સિંહે પોતાના વકીલ કરણ સચદેવા અને ઇરવનીત કૌરના માધ્યમે કૉર્ટમાં મિસ યૂનિવર્સ વિરુદ્ધ કૉન્ટ્રેક્ટનું ઉલ્લંઘન અને નુકસાનના વળતરનો દાવો કરતા આ અરજી નોંધાવી છે.

ઉપાસના સિંહ (ફાઈલ તસવીર)

કૉમેડિયન કપિલ શર્માની ઑનસ્ક્રીન `ફઈ` અને એક્ટ્રેસ ઉપાસના સિંહે મિસ યૂનિવર્સ હરનાઝ કૌર સંધૂ વિરુદ્ધ ચંદીગઢ જિલ્લા કૉર્ટમાં કેસ નોંધાવ્યો છે. ઉપાસના સિંહ પંજાબી ફિલ્મોમાં પણ કામ કરે છે અને પંજાબી ફિલ્મો પ્રૉડ્યૂસ કરે છે. ઉપાસના સિંહે પોતાના વકીલ કરણ સચદેવા અને ઇરવનીત કૌરના માધ્યમે કૉર્ટમાં મિસ યૂનિવર્સ વિરુદ્ધ કૉન્ટ્રેક્ટનું ઉલ્લંઘન અને નુકસાનના વળતરનો દાવો કરતા આ અરજી નોંધાવી છે.

નહોતી આવી ફિલ્મ પ્રમોટ કરવા
ઉપાસનાનો આરોપ છે કે તે એક ફિલ્મ પ્રૉડ્યૂસ કરી રહી હતી, જેમાં કામ કરવા માટે હરનાઝે હા પાડી હતી. ત્યાર બાદ ફિલ્મ બન્યા પછી પ્રમોશન માટે આગળ આવી નહોતી અને હવે તેણે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. તેની પાસે હરનાઝ વિરુદ્ધ પુરાવા પણ છે. હવે કૉર્ટ દ્વારા તેમને સમન મોકલવામાં આવશે.

હરનાઝે તોડી દીધું એગ્રીમેન્ટ
કેસ પ્રમાણે, વર્ષ 2020માં હરનાઝ ફેમિના મિસ ઇન્ડિયા પંજાબનો ખિતાબ જીતી હતી. કે દરમિયાન તેણે સંતોષ એન્ટરટેઈન્મેન્ટ સ્ટૂડિયો LLP સાથે એક આર્ટિસ્ટ એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું. આ સ્ટૂડિયોને ઉપાસના સિંહ ચલાવે છે. ઉપાસના પ્રમાણે, તેણે `બાઈ જી કુટણગેં` નામે પંજાબી ફિલ્મ બનાવવી હતી. આમાં તેણે હરનાઝનો લીડ રોલ હતો. એગ્રીમેન્ટ હેઠળ આર્ટિસ્ટને ફિલ્મના પ્રમોશનલ એક્ટિવિટી માટે ઉપલબ્ધ રહેવાનું હતું. ફિઝિકલી અને વર્ચ્યુઅલી સામેલ થવાનું હતું.

ફોન નહોતી ઉપાડતી હરનાઝ કૌર સંધૂ
પણ મિસ યૂનિવર્સ બન્યા પછી હરનાઝે વ્યવસાયિક અને કૉન્ટ્રેક્ચ્યુઅલ વાયદો તોડ્યો. તેણે પોતાને ફિલ્મ કાસ્ટ અને ક્રૂથી અલગ કરી લીધું છે. મિસ યૂનિવર્સ બન્યા પછી હરનાઝ સંધૂ પોતે મોટી સ્ટાર સમજવા લાગી છે. તેણે ફોન પણ ઉઠાવવાના બંધ કરી દીધા છે. આ ફિલ્મ દ્વારા મેં મારા દીકરાને લૉન્ચ કરવું હતું, પણ હરનાઝ સંધૂના સંપર્ક ન કરવાને કારણે તેનું મોટું નુકસાન થયું છે. આથી હરનાઝ વિરુદ્ધ ચંદીગઢ કૉર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પૈસાનું થયું મોટું નુકસાન
ઉપાસના સિંહે જણાવ્યું કે ફિલ્મ ડિરેક્ટર સામે કંગ અને પ્રૉડ્યૂસર્સે પણ હરનાઝનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ બધું નિષ્ફળ ગયું. હરનાઝ કૌરે સંધૂ મિસ યૂનિવર્સ 2021 બની. ત્યાર બાદ તેણે એક પણ મેલ કે ટેક્સ્ટનો જવાબ આપ્યો નથી. ફિલ્મને અને આના ડિસ્ટ્રીબ્યૂટર્સને નુકસાન થયું છે. ફિલ્મની રિલીઝ તારીખ પણ ટાળવી પડી. 27 મે 2022થી ફિલ્મની રિલીઝ 19 ઑગસ્ટ માટે ટાળી દેવામાં આવી. ફિલ્મની કાસ્ટ અને ક્રૂને ફિલ્મ મોડું થવાને કારણે મીડિયાના પ્રશ્નો સહન કરવા પડ્યા અને ખોટી ઇમેજ બની.

મિસ યૂનિવર્સ માટે પંજાબી સિનેમા નાની
ઉપાસનાએ કહ્યું કે તે પ્રૉડ્યૂસર તરીકે પોતાની પહેલી ફિલ્મ પંજાબીમાં બનાવવા માગતી હતી, પણ લાગે છે કે હરનાઝ સંધૂને પંજાબી ઇન્ડસ્ટ્રી નાની લાગવા માંડી છે. તેને લાગે છે કે તે માત્ર બૉલિવૂડ અને હૉલિવૂડ પ્રૉજેક્ટ્સ માટે બની છે. હરનાઝને એ ન ભૂલવું જોઈએ કે તે ક્યાંથી આવી છે. તેને પંજાબી ફિલ્મોનો ભાગ બનીને ગર્વ અનુભવવો જોઈએ. હરનાઝે તેની ફિલ્મની એક પોસ્ટ પણ નાખી નથી. તો તેણે પબ્લિકલી ફિલ્મ વિશે વાત કરવાની ના પાડી દીધી.

television news indian television entertainment news upasana singh