મનોજ ચાંડીલાએ લૉકડાઉનમાં અઢળક પુસ્તકો વાંચ્યાં

16 June, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટર માત્ર સ્ક્રિપ્ટ વાંચે એ વાતને ટીવી-સ્ટારે તોડી નાખી અને ફૅન્સને અગત્યની સલાહ આપી

મનોજ ચાંડીલા

‘તેરી મેરી ઇક જિંદરી’ના પપ્પુજી એટલે મનોજ ચાંડીલાનું માનવું છે કે આ જે લૉકડાઉન આવ્યું એ લૉકડાઉન શોખને ડેવલપ કરવા માટે કે પછી શોખ પૂરા કરવાના હેતુથી આવ્યું હતું. મનોજ કહે છે, ‘આ લૉકડાઉનમાં જેણે આ બેમાંથી કંઈ નથી કર્યું તેને કોરોના તો શું બીજું પણ કોઈ કનડી નહીં શકે. આ ફાજલ સમય હતો જ અંદરથી સમૃદ્ધ થવાનો અને એ જ કામ કરવાનું હતું. મેં પણ એ જ કર્યું છે.’

મનોજની સિરિયલનું શૂટિંગ ચાલુ હતું, પણ બીજી બધી બાબતોમાં તેને નવરાશ મળી ગઈ હતી એટલે મનોજ ઘરે આવીને બુક્સ વાંચવા બેસી જતો. મનોજે આ દિવસોમાં ચેતન ભગતથી માંડીને ખાલિદ હુસેની, ડૅનિયલ કાહનેમૅન, રૉબર્ટ ગ્રીનની નવલકથાઓ વાંચી તો પરમહંસ યોગાનંદ દ્વારા લખવામાં આવેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ પણ વાંચી. મનોજ કહે છે, ‘એ વાંચતાં-વાંચતાં મને સમજાયું કે જીવનનો એક ચોક્કસ હેતુ હોય છે અને એ હેતુને હાંસલ કરવાનો હોય છે. હું તમને બધાને પણ એ જ કહીશ, હેતુ વિના જીવતા નહીં. મક્સદ જ જીવનનું ધ્યેય છે અને એ જ પામવાનું હોય છે.’

મનોજ અત્યારે સદ્ગુરુ જગ્ગીજીની ‘કર્મા’ વાંચી રહ્યો છે. જગ્ગીજીનાં અન્ય પુસ્તકો પણ તેણે વાંચી લીધાં છે.

entertainment news indian television television news