કોરોનાને કારણે મલ્લિકા દુઆની મમ્મીનું નિધન

13 June, 2021 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું હંમેશાં જાણતી હતી કે હું તારે લાયક નથી. જોકે તારે જીવવાની જરૂર હતી. હું નથી જાણતી કે હું હવે ફરીથી કદાચ પ્રાર્થના કરી શકીશ.

કોરોનાને કારણે મલ્લિકા દુઆની મમ્મીનું નિધન

કોરોનાથી સંક્રમિત મલ્લિકા દુઆની મમ્મી ડૉક્ટર પદ્‍માવતી દુઆનું નિધન થયું છે. તેઓ ચીના દુઆના નામે પણ ઓળખાતાં હતાં. તેઓ સિનિયર જર્નલિસ્ટ વિનોદ દુઆનાં પત્ની હતાં. તેમને ૧૫ મેએ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. તેઓ ઘણા સમયથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. 
છેવટે શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મમ્મીને યાદ કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર મલ્લિકાએ લખ્યું હતું કે ‘મમ્મી અમને છોડીને ચાલી ગઈ છે. મારું દિલ. મારી લાઇફ. અમ્મા, મને માફ કરજે કે હું તને બચાવી ન શકી. તે ખૂબ લડી હતી. મારા માટે તું હતી અનમોલ, મારું દિલ. તું મારી લાઇફ હતી. આ કંઈ નુકસાન કે દુઃખની બાબત નથી, મારું જીવન ટૂંકુ થઈ ગયું છે. હું હંમેશાં જાણતી હતી કે હું તારે લાયક નથી. જોકે તારે જીવવાની જરૂર હતી. હું નથી જાણતી કે હું હવે ફરીથી કદાચ પ્રાર્થના કરી શકીશ.’

television news indian television entertainment news