દહેજ પ્રથાની વિરુદ્ધમાં ઝુંબેશ ઉપાડશે ‘મૈથિલી’

06 April, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પણ નાનાં ગામોમાં ચાલતી દહેજ પ્રથાની સામે પડવાનું કામ સ્ટાર ભારતનો નવો શો ‘લક્ષ્મી ઘર આઈ’ કરશે

દહેજ પ્રથાની વિરુદ્ધમાં ઝુંબેશ ઉપાડશે ‘મૈથિલી’

મેટ્રો અને મોટાં શહેરોમાં પણ દહેજ પ્રથા હજી નાબૂદ નથી થઈ ત્યારે સ્વાભાવિક રીતે ધારી શકાય કે નાનાં ગામોમાં તો એ આજે પણ ચાલતી હશે. આ દહેજ પ્રથાના વિરોધમાં અને દરેક યુવતી પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી શકે એવા ઉમદા હેતુથી સ્ટાર ભારતનો નવો શો ‘લક્ષ્મી ઘર આઈ’ તૈયાર કરવામાં આવ્યો છે. આ મહિને રિલીઝ થનારા ‘લક્ષ્મી ઘર આઈ’નું મેઇન કૅરૅક્ટર મૈથિલી દહેજ પ્રથાનો ભોગ બને છે, પણ બન્યા પછી તે ચૂપ રહેવાને બદલે પોતાનાં માબાપના હકમાં ઊભી થાય છે અને દહેજ પ્રથા વિરુદ્ધમાં ઝુંબેશ ઉપાડે છે. આ ઝુંબેશમાં કેવી રીતે સૌકોઈ જોડાય છે એની વાત ‘લક્ષ્મી ઘર આઈ’માં કહેવામાં આવી છે.
મૈથિલીનું કૅરૅક્ટર સિમરન પરિંજા કરશે. સિમરન કહે છે, ‘બહુ જરૂરી છે કે આ પ્રકારના શો બને જેને લીધે સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. શો સાઇન કરતાં પહેલાં મેં ઇન્ટરનેટ પર અઢળક રિસર્ચ કરી દહેજ પ્રથાથી પીડાતી યુવતીઓની ઘટનાઓ વાંચી અને એમાંથી અમુકને તો હું રૂબરૂ પણ મળી, જેને લીધે હું મારા કૅરૅક્ટરને બહેતર રીતે ન્યાય આપવાનું કામ કરી શકી છું.’

television news indian television entertainment news