નાના બાળકે આંટી કહેવા પર માધુરી દિક્ષિતે આપ્યું આવું રીએક્શન, વીડિયો થયો વાઇરલ

02 May, 2024 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Madhuri Dixit Viral reaction: હાલમાં માધુરી રિયાલીટી શો ‘ડાન્સ દીવાને’ના ચોથા સિઝનમાં જજ તરીકે જોવા મળી રહી છે

માધુરી દીક્ષિત (તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)

બૉલીવૂડની ‘ધકધક ગર્લ’ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit Viral reaction) છેલ્લા અનેક સમયથી ફિલ્મમાં જોવા મળી નથી, તેમ છતાં કલર્સ ટીવી પર આવતા ડાન્સ રિયાલીટી શૉ ‘ડાન્સ દીવાને’ના ચોથા સિઝનમાં માધુરી દિક્ષિત પોતાની અદાનો જાદુ વિખેરી રહી છે. માધુરીના ‘ડાન્સ દીવાને’ની શૂટિંગ પર જવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થતાં હોય છે. તાજેતરમાં માધુરી દીક્ષિતનો એવો જ એક હાસ્યસ્સ્પદ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી માધુરી દીક્ષિત ડાન્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે. હાલમાં તે રિયાલીટી શો ‘ડાન્સ દીવાને’ના ચોથા સિઝનમાં જજ તરીકે જોવા મળી રહી છે. આ દરમિયાન શોના સેટ પર જતાં દરમિયાન માધુરીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો છોકરો માધુરી પાસે આવીને તેને આંટી કહી રહ્યો છે. આ સાંભળીને માધુરીએ પણ રીએક્શન આપ્યું હતું જે હવે વાઇરલ થઈ રહ્યું છે.

પાપારાઝી સેલિબ્રિટિઝની તસવીરો અને વીડિયોઝ તેમના કૅમેરામાં કેદ કરવા માટે તૈયાર રહે છે. હાલમાં માધુરીના વાઇરલ થઈ રહેલા વીડિયો પાપારાઝીએ જ કાઢ્યો  હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માધુરી એકદમ મસ્ત તૈયાર થઈને ‘ડાન્સ દીવાને’ના સેટ પર જાઈ જોવા મળી રહી છે. આ દરમિયાન અચાનકથી એક મહિલા આવીને માધુરીને કહે છે કે મારા દીકરાને તમને મળવું છે. તે પછી એક નાનો છોકરો માધુરીની પાસે આવીને ત્યારે તેની મમ્મી તેને ‘આંટીને હેલ્લો કે’ એવું કહે છે. આ વાત સાંભળીને માધુરી પણ હસી પડે છે.

આંટી કહીને એક નાના છોકરાએ બોલાવતા માધુરી દીક્ષિત હસી પડી હતી. માધુરીના આ સ્વીટ સ્માઇલનું રીએક્શન (Madhuri Dixit Viral reaction) હવે સોશિયલ મીડિયા પર વાઇરલ હૈ રહ્યો છે. આ વીડિયોમાં માધુરીના લૂકની વાત કરીયે તો તેણે એથનિક આઉટફિટ પહેર્યો છે, જેમાં તે એકદમ બ્યુટીફુલ દેખાઈ રહી છે. માધુરી દીક્ષિતના આ વાઇરલ વીડિયો પર લોકો પણ તેના વખાણ કરતી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો, માધુરી જી, તો બીજાએ એક લાલ હાર્ટનું ઇમોજી મૂકી પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

માધુરી દીક્ષિતના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તેણે 1984માં ‘અબોધ’ ફિલ્મથી બૉલીવૂડ ડેબ્યું કર્યું હતું. ત્યારબાદ માધુરીએ ‘આવારા બાપ’ અને ‘સ્વાતિ’ જેવા શોમાં પણ કામ કરું હતું. જોકે ‘દિલ તો પાગલ હૈ’, ‘દેવદાસ’ ‘હમ આપકે હૈ કોન’ ‘દેવદાસ’, ‘હમ આપકે હૈ કોન’, ‘દિલ’ અને ‘કોયલા’ જેવી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કર્યા બાદ માધુરી 90ના દાયકાની ટોચની અભિનેત્રી બની ગઈ હતી.

madhuri dixit viral videos tv show indian television entertainment news colors tv