જામશે મ્યુઝિકલ માહોલ

31 July, 2021 04:05 PM IST  |  Mumbai | Agency

લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ, પેપોન લઈને આવશે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’

જામશે મ્યુઝિકલ માહોલ

મ્યુઝિશ્યન લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ અને પેપોન લઈને આવી રહ્યા છે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’. આ એક મ્યુઝિકલ શો છે જે ઑગસ્ટમાં એમટીવી પર રજૂ થશે. ‘પાગલ’, ‘પાની પાની’ અને ‘ડીજે જેવાં હિટ ગીત આપનાર બાદશાહે આ શો વિશે કહ્યું હતું કે ‘આર્ટના દરેક પહેલુ મને પસંદ છે અને હું હંમેશાં જેમને જોતો આવ્યો છું એવા અદ્ભુત મ્યુઝિશ્યન સાથે કામ કરવાનો મને ચાન્સ મળી રહ્યો છે. મને આશા છે કે અમારા દર્શકો આ શોની સાથે અનવાઇન્ડ થઈ શકશે.’
તેમની સાથે આ શોમાં કૈલાશ ખેર, રોચક કોહલી, અરમાન-અમાલ મલિક, અસીસ કૌર, હર્ષદીપ કૌર, મોનાલી ઠાકુર, સ્નેહા ખાનવિલકર, આસ્થા ગિલ, રીત તલવાર, લિજો અને કિંગની સાથે અર્જુન કાનુન્ગો પણ જોવા મળશે. ૧૦ એપિસોડના આ શો વિશે અર્જુને કહ્યું હતું કે ‘અમારા મ્યુઝિશ્યન માટે ક્યુરિયોસિટીને હંમેશાં આગળ રાખવી ખૂબ જરૂરી છે. આપણે આપણી જાતને હંમેશાં કોઈ નવી બાબત શીખવા માટે તૈયાર રાખવી જોઈએ જેથી આર્ટનો વધુ વિકાસ થઈ શકે. આ શો લોકોના સ્ટ્રેસને મ્યુઝિક દ્વારા દૂર કરવા માટે એકદમ પર્ફેક્ટ છે.’

television news indian television entertainment news