લેસ્બિયન હોવાની વાતને ફગાવી અંજુમ ફકીહે

22 May, 2023 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંજુમ ફકીહ હાલમાં સાઉથ આફ્રિકા છે.

અંજુમ ફકીહ

‘ખતરોં કે ખિલાડી 13’માં ભાગ લેવા પહોંચેલી અંજુમ ફકીહને લોકો લેસ્બિયન માને છે. જોકે તેણે આ વાતનો ઇનકાર કર્યો છે. તે હાલમાં સાઉથ આફ્રિકા છે. પોતાના વિશે ફેલાયેલી આ અફવા વિશે અંજુમે કહ્યું કે ‘લોકોને એમ લાગે છે કે મને મહિલાઓમાં ઇન્ટરેસ્ટ છે. મને એ સાંભળવાનું ગમે છે, પરંતુ હું એવી નથી એ વાતની હું ચોખવટ કરવા માગું છું.’ થોડા સમય પહેલાં ‘કુંડલી ભાગ્ય’માં તેની બહેનનો રોલ ભજવતી શ્રદ્ધા આર્યાનો અને અંજુમનો એક ફોટો વાઇરલ થયો છે. એ ફોટોમાં શ્રદ્ધાનો હાથ અંજુમની બ્રેસ્ટ પર છે. એ ફોટો વાઇરલ થતાં એવી અફવા ફેલાઈ કે અંજુમને મહિલાઓમાં રસ છે. એ વિશે અંજુમે કહ્યું કે ‘હું મારી ગર્લફ્રેન્ડ્સ સાથે ખૂબ ક્લોઝ હોઉં છું. ક્યારેક તો હું તેમના ગાલને બદલે તેમના હોઠ પર કિસ કરું છું. આ મારી પર્સનાલિટી છે અને લોકો એમ માની બેસે છે કે મને છોકરીઓ ગમે છે, પણ એવું જરાય નથી. હું મારી ગર્લફ્રેન્ડ્સને ખૂબ પ્રેમ કરું છું.’

entertainment news television news indian television khatron ke khiladi