સંસ્કારી બહૂનો રોલ ભજવતી શિવાંગીએ કર્યા દિલધડક સ્ટન્ટ્સ

02 July, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો આજથી કલર્સ ચૅનલ પર દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે

શિવાંગીએ કર્યા દિલધડક સ્ટન્ટ્સ

શિવાંગી જોશી જેને આપણે ચુલબુલી અને લાડકી વહુના રોલમાં જોઈ છે. હવે તેણે ‘ખતરોં કે ખિલાડી 12’માં શાનદાર સ્ટન્ટ્સ કર્યા છે. આ શો આજથી કલર્સ ચૅનલ પર દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે. રોહિત શેટ્ટી આ શોનો હોસ્ટ છે. શોના પહેલા એપિસોડમાં શિવાંગી બાઇક પર એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દેશે. એવું લાગશે જાણે કે આ જ ગેમની રિયલ ‘ખિલાડી’ છે. તે પહેલી વખત રિયલિટી શોમાં એન્ટ્રી કરી રહી છે. તેને જોઈને તેના ફૅન્સ પણ ખુશ થશે એમાં કોઈ બેમત નથી. તે પોતાના ડર પર જીત મેળવવાની છે. શોમાં તેણે મગરનો સામનો કર્યો છે, શૉક્સ લે છે અને બીજું ઘણુંબધું તે કરતી જોવા મળવાની છે. અન્ય ૧૩ સ્પર્ધકો સાથે મળીને તે શોનું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. 

entertainment news indian television television news tv show khatron ke khiladi