‘ખતરોં કે ખિલાડી’ના એકેએક કન્ટેસ્ટન્ટને શું તાકીદ કરવામાં આવી છે?

17 June, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયલિટી શોમાં સામાન્ય રીતે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહેવાની મનાઈ હોય છે, પણ બધા ઍક્ટિવ છે એટલે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા

‘ખતરોં કે ખિલાડી’ના કન્ટેસ્ટન્ટ

કલર્સના રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની નવી સીઝનનું શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ચાલે છે ત્યારે દરેક કન્ટેસ્ટન્ટને તાકીદ કરવામાં આવી છે કે એક પણ વ્યક્તિએ ભૂલથી પણ કોઈના એલિમિનિશેનની ઇન્ફર્મેશન શૅર કરવી નહીં. સામાન્ય રીતે રિયલિટી શો સમયે કન્ટેસ્ટન્ટને સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહેવાની કે પછી શોને લગતી ઇન્ફર્મેશન શૅર કરવાની મનાઈ હોય છે, પણ આ વખતે ‘ખતરોં કે ખિલાડી’માં એવો કોઈ નિયમ રાખવામાં નથી આવ્યો, જેનો લાભ બધા કન્ટેસ્ટન્ટ લે છે, પણ હવે એલિમિનેશન રાઉન્ડ શરૂ થતાં પ્રોડક્શન હાઉસ અને ચૅનલે તાકીદ કરી દીધી છે કે શોને લગતી એક પણ ઇન્ફર્મેશન હવે બહાર જવી જોઈએ નહીં.

‘ખતરોં કે ખિલાડી’માં કુલ ૧૨ કન્ટેસ્ટન્ટ છે, જે ૧૨ પૈકીના ૭ શોની બહાર થઈ ગયા છે, પણ તેમને મુંબઈ પાછા મોકલવામાં ન આવ્યા હોવાનું કારણ પણ એ જ છે કે ખબર ન પડી જાય કે કોણ-કોણ શોમાંથી આઉટ થઈ ગયું છે.

entertainment news television news indian television tv show