KBC 11:હૉટ સીટ પર બિગ બી અને પંડિત જી વચ્ચે થયો શાસ્ત્રાર્થ, જુઓ વીડિયો

26 September, 2019 09:36 AM IST  |  મુંબઈ

KBC 11:હૉટ સીટ પર બિગ બી અને પંડિત જી વચ્ચે થયો શાસ્ત્રાર્થ, જુઓ વીડિયો

સોની ટીવી પર પ્રસારિત થતા રિયાલિટી ગેમ શો કોન બનેગા કરોડપતિમાં જાતભાતના કન્ટેસ્ટન્ટ આવતા હોય છે. ક્યારેક કોન્ટેસ્ન્ટ તેમના કામને કારણે, જ્ઞાનને કારણે તો ક્યારેક વર્તનને કારણે સમાચારમાં ચમકતા હોય છે. તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પણ કેબીસીમાં પહોંચી હતી. જ્યાં રામાયણ અંગેનો જવાબ ન આપી શકવા બદલ સોનાક્ષી ખૂબ જ ટ્રોલ થઈ હતી. હવે કેબીસીના વધુ એક કન્ટેસ્ટન્ટની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

તાજેતરમાં જ શોમાં હોટસીટ પર પંડિત હરી ઓમ શર્મા પહોંચ્યા હતા. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે વાતચીત દરમિયાન બંને વચ્ચે ગ્રહો અંગે ખૂબ જ ચર્ચાઓ થઈ. આ દરમિયાન જ અમિતાભ બચ્ચન અને કન્ટેસ્ટન્ટ વચ્ચે મંત્રો પર પણ ચર્ચા થઈ, જે માં અમિતાભ બચ્ચને જાતે જ પંડિતજીએ કહેલો શ્લોક પૂરો કર્યો હતો.

સોની ટીવીના ઓફિશિયલ અકાઉન્ટ પરથી આ એપિસોડનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં પંડિત હરિઓમ શર્મા એક શ્લોક કહેતા દેખાઈ રહ્યા છે. કેટલીક લાઈન બોલીને પંડિતજી અટકી જાય છ, પરંતુ અમિતાભ બચ્ચન તેમને આ શ્લોક યાદ કરાવતા આખો શ્લોક સંભળાવે છે. અમિતાભ બચ્ચનને શ્લોક બોલતા સાંભળીને ખુદ પંડિત જી અને સેટ પર બેઠેલી ઓડિયન્સ તાળીઓનો ગડગડાટ કરે છે.

આ પણ વાંચોઃ Dev Anand:એક શર્ટના કારણે મળ્યા હતા ગુરુ દત્ત અને દેવ આનંદ, જાણો અજાણી વાતો

અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતા પંડિતજીએ કહ્યું હતું કે ત્રણ દિવસથી હૉટ સીટ સુધી પહોંચવા પ્રયત્ન કરતો હતો, પણ પહોંચી ન શક્યો. બધા જ જવાબ ખબર હતી, પરંતુ કમ્પ્યુટર નથી આવડતું. ત્યારે મેં મારી પુત્રીને કહ્યું શક્ય છે કે હું હૉટ સીટ સુધી ના પહોંચી શકું અને અમિતજી સાથે વાત ન થઈ શકે. તો મારી પુત્રીએ કહ્યું પપ્પા પહેલા સિપાહી આવે છે, પછી મંત્રી આવે છે અને પછી રાજા આવે છે, તમે ચિંતા ન કરો. તમે લખી રાખો, તમે બિગ બીની સામે બેસશો.

kaun banega crorepati amitabh bachchan television news