‘ભાગ્ય લક્ષ્મી’માં નેગેટિવ રોલમાં દેખાશે કવિતા બૅનરજી

30 November, 2022 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે રિશી અને મલિષ્કાની મ્યુચ્યુઅલ કૉલેજ ફ્રેન્ડ સોનલના રોલમાં જોવા મળશે

કવિતા બૅનરજી

કવિતા બૅનરજી હવે ‘ભાગ્ય લક્ષ્મી’માં નેગેટિવ રોલમાં દેખાશે. ઝીટીવી પર આવતી આ સિરિયલમાં માયેરા મિશ્રાએ પોતાને અંકિત ભાટિયાની મદદથી કિડનૅપ કરી લીધી હતી. આ શોમાં હવે નવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન આવી રહ્યા છે. આ શોમાં હવે કવિતા બૅનરજીની એન્ટ્રી થઈ રહી છે. તે રિશી અને મલિષ્કાની મ્યુચ્યુઅલ કૉલેજ ફ્રેન્ડ સોનલના રોલમાં જોવા મળશે. તે મલિષ્કાની નજીક હોય છે અને તેને મદદ કરવા માટે આવે છે. આ વિશે સોનલે કહ્યું કે ‘મારા માટે આ ઘરે આવવા બરાબર છે. હું ઝી સાથે ત્રીજી વાર કામ કરી રહી છું. ‘ભાગ્ય લક્ષ્મી’ પહેલાં મેં ‘તેરી મેરી ઇક જિંદરી’ અને ‘રિશ્તોં કા માંઝા’માં નેગેટિવ રોલ કર્યો હતો. હું હંમેશાં બાલાજી ફિલ્મ્સ સાથે કમ કરવા માગતી હતી. તેમની સાથે કામ કરવું એ સપનું પૂરું થવા બરાબર છે. ‘ભાગ્ય લક્ષ્મી’માં સોનલનું પાત્ર ભજવવું મારા માટે વિશલિસ્ટ પર ટિક કરવા બરાબર છે. આ નેગેટિવ પાત્ર ખૂબ ચૅલેન્જિંગ છે. મેં ટીવી પર અત્યાર સુધી નેગેટિવ પાત્રો જ ભજવ્યાં છે, પરંતુ આ થોડું અલગ છે. આશા રાખું કે આ પાત્રને હું ન્યાય આપી શકું.’

entertainment news television news indian television