અમિતાભ બચ્ચનના ફોનમાં આ નામે છે પત્ની જયાનો નંબર, પણ શું હવે બદલાશે??

22 October, 2019 02:32 PM IST  |  મુંબઈ ડેસ્ક

અમિતાભ બચ્ચનના ફોનમાં આ નામે છે પત્ની જયાનો નંબર, પણ શું હવે બદલાશે??

કોન બનેગા કરોડપિના સ્ટેજ પર બિગ બી એચલે કે અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ્સમાં જુસ્સો વધારવા ઘણી મસ્તી કરતાં હોય છે. ક્યારેક બિગ બી પોતાના વિશે કંઇક જણાવે છે, તો ક્યારેક કન્ટેસ્ટ્ન્ટ્સને તેમના જીવન વિશે પૂછે છે. આ સિલસિલો દરેક એપિસોડમાં જોવા મળે છે. સોમવારના એપિસોડમાં કંઇક એવું થયું જ્યારે અમિતાભ બચ્ચને એક કન્ટેસ્ટન્ટને જણાવ્યું કે તેમના ફોનમાં પત્ની જયા બચ્ચનનો નંબર કયા નામે સ્ટોર કરેલો છે.

સોમવારે હૉટ સીટ પર બેઠેલા કન્ટેસ્ટન્ટ સુમિત તડિયાલને અમિતાભે પૂછ્યું, તમારા લગ્ન થઈ ગયા છે? સુમિતે જણાવ્યું કે તેના લવ મેરેજ થયા છે, પણ બતાવવામાં એવું આવ્યું કે આ અરેન્જ મેરેજ છે. તેના પછી અમિતાભે પૂછ્યું, તમારા બન્ને વચ્ચે ઝઘડા થાય છે? આ બાબતે કંટેસ્ટન્ટે જવાબ આપ્યો કે, "નાના મોટા ઝઘડા તો થાય જ છે સર.... હવે વાસણ છે તો ભટકાશે જ." તેના પછી અમિતાભ સુમિતની પત્નીને પૂછે છે, "તમે આમને ઘરે શું બોલાવો છો? આના પર તેણે જણાવ્યું કે સુમિતને નામથી બોલાવે છે."

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

તેના પછી સુમિત એક સરસ વાત જણાવે છે કે તેની પત્નીનું નામ તેના ફોનમાં 'સુનતી હો'ના નામે સ્ટોર છે. કન્ટેસ્ટન્ટની સરસ વાત સાંભળીને અમિતાભ પણ પોતાના કિસ્સા શૅર કરતા કહે છે. મેં મારા ફોનમાં પત્નીનું નામ 'જેબી' એટલે કે જયા બચ્ચનનું શૉર્ટ ફૉર્મ લખ્યું છે. પણ આજે રાતે જ બદલીને સુનતી હો કરી લઈશ. અમિતાભની આ વાત સાંભળીને ત્યાં બેઠેલ બધાં જ હસવા લાગ્યા.

amitabh bachchan jaya bachchan kaun banega crorepati television news