KBCમાં મનમોહન સિંહ પર પૂછવામાં આવ્યો 6 લાખ 40 હજારનો પ્રશ્ન, જાણો સવાલ

20 November, 2019 03:30 PM IST  |  Mumbai Desk

KBCમાં મનમોહન સિંહ પર પૂછવામાં આવ્યો 6 લાખ 40 હજારનો પ્રશ્ન, જાણો સવાલ

કોન બનેગા કરોડપતિમાં રમત, રાજકારણ, ધર્મ, સિનેમા સાથે જોડાયેલા સવાલો પૂછવામાં આવે છે. આમાં કોન્ટેસ્ટન્ટ પોતાના ઇન્ટ્રેસ્ટના આધારે સરળતાથી સવાલોના જવાબ પણ આપે છે. સોમવારે આવેલા એપિસોડમાં રાજકારણ પર એક સવાલ પૂછવામાં આવ્યો અને આ સવાલની કિંમત હતી 6 લાખ 4 હજાર રૂપિયા. જો કે, કોન્ટેસ્ટન્ટ આ સવાલને યોગ્ય જવાબ ન આપી શક્યો અને તે 6 લાખ 40 હજાર રૂપિયા જીતવાની તક ચૂકી ગયો.

હકીકતે, હૉટસીટ પર દિલ્હીના રહેનારા જિતેન્દ્ર સિંહ ચૌહાણ બેઠા હતા અને તેમણે 3 લાખ 20 હજાર રૂપિયા સુધીની રમત પૂરી કરી લીધી હતી. તેના પછી તેમને 6 લાખ 40 હજાર રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો, જેનો જવાબ તેમને ખબર ન હતી અને ખોટો જવાબ આપવા પર તેમને 3 લાખ 20 હજાર રૂપિયા મળવાના હતા. આ દરમિયાન તેમની પાસે એક લાઇફલાઇન ફ્લિપ ધ ક્વેશ્ચન બચી હતી.

તેમણે સવાલ માટે લાઇફલાઇનનો ઉપયોગ કર્યો અને તેમણે સવાલ બદલી દીધો. જણાવીએ કે જિતેન્દ્ર સિંહ ચૌહાણને સવાલ પૂછવામાં આવ્યો હતો - કયા પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઇતિહાસ મારા પ્રતિ સમકાલીન મીડિયાની તુલનામાં દયાળુ હશે? જેનો સાચો જવાબ હતો મનમોહન સિંહ. જો કે તેમને બીજો સવાલ આપવામાં આવ્યો હતો અને જિતેન્દ્ર આનો પણ જવાબ નથી જાણતા.

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

બીજા સવાલનો સાચો જવાબ ન ખબર હોવા પર પણ તેમણે જવાબ આપ્યો અને ખોટા ઑપ્શનની પસંદગી કરી. તેના પછી તેને 3 લાખ 20 હજારથી જ સંતોષ માનવો પડ્યો. બીજા સવાલમાં તેમને પૂછવામાં આવ્યું - કયા દેશની સૌથી મોટી એસયૂવી અને પિકઅપ ટ્રક નિર્માતા કંપની ગ્રેટ વૉલ મોટર કંપની લિમિટેડ છે. આનો સાચો જવાબ છે - ચીન. જો કે જિતેન્દ્ર સાચો જવાબ આપવામાં સફળ ન રહ્યા.

amitabh bachchan kaun banega crorepati television news