કૅટરિના કૈફ બની ગઈ છે ‘પંજાબ કી કૅટરિના’ : શહનાઝ ગિલ

24 January, 2022 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહનાઝે ‘બિગ બૉસ 13’માં ભાગ લીધો હતો અને એ રિયલિટી શો દરમ્યાન તેના સંબંધો સિદ્ધાર્થ શુક્લા સાથે વધ્યા હતા

શહનાઝ ગિલ

શહનાઝ ગિલનું કહેવું છે કે કૅટરિના કૈફ હવે ‘પંજાબ કી કૅટરિના’ બની ગઈ છે અને તે ‘ઇન્ડિયા કી શહનાઝ’ બની ગઈ છે. શહનાઝે ‘બિગ બૉસ 13’માં ભાગ લીધો હતો અને એ રિયલિટી શો દરમ્યાન તેના સંબંધો સિદ્ધાર્થ શુક્લા સાથે વધ્યા હતા. આ શોમાં શહનાઝે પોતાને ‘પંજાબ કી કૅટરિના’ જણાવી હતી. એક વિડિયોમાં તેણે જણાવ્યું છે કે તેને કૅટરિના બાળપણથી જ કહેવામાં આવતી હતી. એ વિશે શહનાઝે કહ્યું કે ‘હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી જ્યારે પાર્લર્સમાં જતી ત્યારે લોકો મને કહેતા હતા કે ‘અરે તમારી દીકરી તો કૅટરિના જેવી દેખાય છે.’ જોકે હવે હું ‘ઇન્ડિયાની શહનાઝ ગિલ’ બની ગઈ છું અને કૅટરિના કૈફ હવે ‘પંજાબ કી કૅટરિના’ બની ગઈ છે. તમને ખબર છે કેવી રીતે? તેણે વિકી કૌશલ સાથે લગ્ન કર્યાં છે અને તે ક્યાંથી છે? પંજાબથી. એથી તે હવે ‘પંજાબની કૅટરિના’ છે અને હું ‘ઇન્ડિયાની શહનાઝ ગિલ’ છું.’

entertainment news katrina kaif vicky kaushal indian television television news