લૉકડાઉનના સરકારના નિયમો પર રોષે ભરાયો કરણ પટેલ

09 April, 2021 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાસ્ટોરી પર કરણ પટેલે લખ્યું હતું કે...

કરણ પટેલ

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા કેસને જોતાં લૉકડાઉનના કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમોમાં નાઇટ કર્ફ્યુની સાથે જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાન ચાલુ રાખવાનો આદેશ છે. જોકે સામાન્ય માણસે ઘરમાં બેસવું પડશે. એને જોતાં કરણ પટેલને ગુસ્સો આવ્યો છે. સરકારના નિયમો મુજબ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ સામાન્ય લોકો માટે એ યોગ્ય નથી. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર કરણ પટેલે લખ્યું હતું કે ‘ઍક્ટર્સ પોતાના પ્રોજેક્ટ્સનું શૂટિંગ કરી શકે છે. ક્રિકેટર્સ દિવસ કે રાતે મૅચ રમી શકે છે. નેતાઓ હજારો લોકોની સાથે રૅલીઓ કરી શકે છે. રાજ્યોમાં ચૂંટણીઓ થઈ શકે છે અને તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તમે વોટ આપવા જાઓ, પરંતુ સામાન્ય નાગરિકો કામ ન કરી શકે. ખરેખર મૂર્ખતાભર્યો અને નાસમજ નિર્ણય છે.’

coronavirus covid19 lockdown television news karan patel entertainment news