‘બિહાર ડાયરીઝ’માં કરણ-ક્રિતિકાની એન્ટ્રી

15 May, 2021 11:50 AM IST  |  Mumbai | Nirali Dave

નીરજ પાંડે આઇપીએસ ઑફિસર અમિત લોઢાની બુક પરથી સિરીઝ બનાવી રહ્યા છે

‘બિહાર ડાયરીઝ’માં કરણ-ક્રિતિકાની એન્ટ્રી

‘અ વેન્સ્ડે’, ‘સ્પેશ્યલ છબ્બીસ’ અને ‘બેબી’ ફેમ ડિરેક્ટર નીરજ પાંડે પોતાની ત્રીજી સિરીઝની તૈયારી કરી રહ્યા છે. પહેલી ‘સ્પેશ્યલ OPS’, બીજી ‘સ્પેશ્યલ OPS 1.5’, જે હવે રિલીઝ થશે અને ત્રીજી સિરીઝનું નામ છે ‘બિહાર ડાયરીઝ’. IPS ઑફિસર અમિત લોઢાની બુક ‘બિહાર ડાયરીઝ ઃ ટ્રુ સ્ટોરીઝ ઑફ હાઉ બિહાર્સ મોસ્ટ ડેન્જરસ ક્રિમિનલ વૉઝ કોટ’ પર આધારિત આ સિરીઝમાં કઈ રીતે બહાદુર IPS ઑફિસર અમિત લોઢાએ બિહારના મોસ્ટ ડેન્જરસ ક્રિમિનલ વિજય સમ્રાટને પકડ્યો હતો એ દિલધડક રીતે દર્શાવવામાં આવશે.
૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘લૈલા મજનુ’નો મજનુ એટલે કે ઍક્ટર અવિનાશ તિવારી આ સિરીઝમાં મહત્ત્વના રોલમાં જોવા મળવાનો છે એ નક્કી છે. 
હવે એમાં જાણીતો ટીવી-ઍક્ટર તથા નીરજ પાંડેની જ ‘સ્પેશ્યલ OPS’માં ફારુક અલીનું પાત્ર ભજવી ચૂકેલા કરણ ટેકરની એન્ટ્રી થઈ છે.
પહેલાં એવા સમાચાર હતા કે અમિત લોઢાનું પાત્ર અવિનાશ વ્યાસ ભજવશે, પરંતુ હવે કહેવાઈ રહ્યું છે કે એ પાત્ર કરણ ટેકરના ફાળે ગયું છે અને અવિનાશ ગૅન્ગલૉર્ડ વિજય સમ્રાટના પાત્રમાં દેખાશે. 
કરણ ટેકર ઉપરાંત સિરીઝમાં ટીવી-શોથી કરીઅર શરૂ કરનારી અને ‘મિત્રોં’ ફિલ્મ તથા છેલ્લે ‘તાંડવ’ સિરીઝમાં દેખાયેલી ઍક્ટ્રેસ ક્રિતિકા કામરાએ પણ એન્ટ્રી મારી છે. 
ક્રિતિકાનું પાત્ર ફીમેલ લીડ હોવાનું કહેવાય છે.

television news indian television entertainment news nirali dave